મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખના ઘરે નુતન વર્ષની ઉજવણીમાં હોદેદારો, આગેવાનો અનો કાર્યકરો જોડાયા
વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા
SHARE









વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં Baps સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષ નિમિતે યોજાતા પરંપરાગત અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ઉમટયા હતાં અને અને કોરોના કાળ નાં લાંબા સમય બાદ આ અન્નકુટ દર્શન યોજાતા હરિભકતો ભાવવિભોર બન્યા હતાં.
નૂતન વર્ષના પ્રારંભે Baps સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી હરિભકતોએ અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને ગુરૂ પરંપરાની મૂર્તિ પ્રતિમા સમક્ષ અનેક વિધ મિષ્ટાન્ન, ફરસાણ સહિતની શુધ્ધ વાનગીઓ ધરાવી હતી, મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામીએ ભગવાન સમક્ષ ભાવ પુર્વક થાળ ગાન શરૂ કરતાં લાંબા સમય સુધી સુમસામ રહેલ મંદિર ફરી એક વાર ગુંજી ઉઠયું હતું અને હરિભકતો પણ ડોલી ઉઠયા હતાં, હરિસ્મરણ સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી મહંત સ્વામીએ નૂતન વર્ષના પ્રારંભે સૌ હરિભક્તો તન,મન, ધનથી સુખી રહે તેવા આશીર્વાદ પાઠવ્યા છે, હરિસ્મરણ સ્વામી એ વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી અક્ષર નિવાસી પ્રવીણભાઈ આશરને પણ સંભાર્યા હતાં, છેલ્લે સંતો અને હરિભક્તો હસ્તે આરતી કરવામાં આવી હતી, લાંબા સમય બાદ હરિભકતો એક સાથે એકત્રીત થતાં સૌ કોઈએ અક્ષર પુરુષોત્તમ મહારાજનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સુમિતભાઈ ત્રિવેદી, યુવતી મંડળ, મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.
