મોરબીમાં પ્રેમ પ્રકરણમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં ધારાસભ્યના ભત્રીજાની દુકાન પચાવી પડનારા ભાડુઆતની લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધરપકડ
SHARE
મોરબીમાં ધારાસભ્યના ભત્રીજાની દુકાન પચાવી પડનારા ભાડુઆતની લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધરપકડ
મોરબીની ઉમા ટાઉનશીપમાં શોપિંગ સેન્ટરની દુકાન ભાડુઆતે પચાવી પાડેલ હતી જેથી કરીને મોરબીના ધારાસભ્યના ભત્રીજાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી અને તેના આધારે તપાસનીસ અધિકારી દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડે આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ભત્રીજા કૌશીકભાઈ શાંતિલાલ અમૃતિયા (33)એ ગઇકાલે ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરિયા રહે. મોરબી વાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું છે કે, મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ડી શોપિંગ સેન્ટરની દુકાન નં. ડી- 14 આરોપીએ ભાડે રાખેલ હતી જેનું માર્ચ 2023 સુધી ભાડું આપેલ હતું ત્યારબાદ કોઈ ભાડું આપેલ નથી અને દુકાન નં. ડી- 14 ખાલી નહીં કરીને દુકાનમાં ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો છે અને દુકાન પચાવી પાડી તેનો વપરાશ ચાલુ રાખેલ છે જેથી હાલમાં કૌશિકભાઇ અમૃતિયાની ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમ દ્વારા આરોપી ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરિયા (64) રહે. ઉમા ટાઉનશિપ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.