હળવદના રાતાભેર-રણમલપુરમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો
મોરબીમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા સિરામિક કામદારના પત્નીને ૧૧ લાખ અને આજીવન પેન્સન આપવા રાષ્ટ્રીય માનવ અધીકાર પંચનો આદેશ
SHARE
મોરબીમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા સિરામિક કામદારના પત્નીને ૧૧ લાખ અને આજીવન પેન્સન આપવા રાષ્ટ્રીય માનવ અધીકાર પંચનો આદેશ
પીટીઆરસીએ માનવ અધીકાર પંચમાં ફરિયાદ કર્યા બાદ મોરબીના સીલીકોસીસ પીડીત પરીવારને ૧૧ લાખ રૂપિયા આપવામાં આવેલ છે અને હવે તે દર્દીને આજીવન પેન્શન આપવામાં આવશે.
મોરબીના સીરામીક એકમમાં કામ કરતાં કામદારને બીમારી થઈ હતી અને બીમારીના લક્ષણો ટીબી જેવા પણ ટીબી નહી. આ બીમારીથી હેરાન પરેશાન થતાં અંતે પાકું નિદાન થયું તો ખબર પડી કે સીરામીકમાં કામ કરવાથી થતી ફેફસાંની બીમારી સીલીકોસીસ છે. સીલીકોસીસ મટી ન શકે તેવી ગંભીર જીવલેણ બીમારી છે. અને ધીમે ધીમે રોગ આગળ વધતો જાય પછી કામદારને શ્વાસ એટલો ચડે કે કમાવા માટે કામ ન કરી શકે. દર્દી મોતના મુખમાં ધકેલાતો જાય અને અંતે મૃત્યુ પામે છે. તે પછી સીલીકોસીસ પીડીત પરીવાર આર્થિક અને માનસીક રીતે ભાંગી પડે છે. જીવન માટે વીધવા અને તેના બાળકોને ભારે સંઘર્ષ વેઠવો પડે છે.
પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ (NHRC)માં ફરિયાદ કરી સીલીકોસીસ પીડીતો માટે દાદ માગે છે. મોરબી સીરામીકમાં કામ કરતા રવજીભાઈનો ઈ.એસ.આઈ. ફાળો કાપવામાં આવતો તે જાણવા મળ્યું હતું પરંતુ તેમને કામના કોઈ જ પુરાવા આપવામાં આવતા ન હતા તેથી ઈ.એસ.આઈ કે પીએફ ના લાભો મળતા નહી. રવજીભાઇનું સીલીકોસીસને કારણે તા.૨૭/૦૬/૨૦૨૦ ને દીવસે અવસાન થયું હતું. આ સંસ્થા દ્વારા થયેલ ફરિયાદ બાદ કામદાર રાજ્ય વીમા કાયદા હેઠળ સીલીકોસીસ માટે રવજીભાઇનો દાવો સ્વીકારવામાં આવ્યો હતો. અને સીલીકોસીસના નીદાનની તા. ૨૮/૦૬/૨૦૨૦ થી દાવો મંજુર થવા સુધીના સમય પેટે રવજીભાઈને ૧૧ લાખ રૂપિયા તેમના વીધવાને ચુકવવામાં આવ્યા છે અને રવજીભાઈના પત્ની જીવે ત્યાં સુધી એમને માસીક ૧૦,૨૬૦ રૂપિયા પેન્શન મળતું રહેશે અને પુત્ર ૨૫ વર્ષના ન થાય ત્યાર સુધી એમને પણ અલગથી પેન્શન મળતું રહેશે.