મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડીને 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા-પુત્ર જેલ હવાલે મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન


SHARE





મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન

મોરબીમાં દરબારગઢ ચોકમા તા.૩૧ ઓક્ટોબરને ગુરૂવારથી ચાર દિવસ સુધી સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા કાલી પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા ૧૯ વર્ષથી જેવી રીતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સંસ્થાના પ્રમુખ તપનભાઈ સુભાષભાઈ શાસમલ અને તમામ કમીટી મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. અને માં કાલીની દક્ષિણેશ્વરી સ્વરૂપની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. તા.૩૧ ને ગુરૂવારના રોજ ડો.જયંતિભાઈ એસ. ભાડેશીયાના હસ્તે રાત્રે ૭:૧૫ થી ૮:૧૫ વાગ્યા દરમ્યાન કાલીપુજા પંડાલનું ઉદધાટન કરશે. ત્યાર બાદ બપોરે આરતીનો સમય રોજ ૧૨:૩૦ થી ૧:૩૦ વાગ્યા સુધી રહેશે. રાત્રે મહાઆરતીનો સમય ૯:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી રહેશે. અને ત્યાર બાદ ખીચડી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. અને વિર્સજન યાત્રા તા.૩/૧૧ ને રવિવાર સાંજે ૫:૦૦ વાગ્યે દરબાર ગઢથી શરૂ થશે.



Latest News