મોરબીમાં કાર ચાલકે બાઈક, કાર અને રીક્ષાને હડફેટે લેતા ત્રણેય વાહનમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં
હળવદમાં પાણી પીવાની ના પડતાં યુવાન અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિને બે શખ્સો માર માર્યો: મારી નાખવાની ધમકી
SHARE
હળવદમાં પાણી પીવાની ના પડતાં યુવાન અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિને બે શખ્સો માર માર્યો: મારી નાખવાની ધમકી
હળવદમાં સખી મરચાં ફ્લોર મીલ ખાતે યુવાનો બેઠા હતા અને ત્યાં બેન્જો વગાડતા હતા દરમિયાન એક શખ્સ ત્યાં પાણી પીવા માટે આવેલ હતો જો કે, ફ્લોર મિલ બંધ થઈ ગઈ હોવાથી પાણી પીવાની ના પાડતા યુવાન સાથે તે શખ્સે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો જેથી યુવાને તેના ભાઈને બોલાવતા યુવાનનો ભાઈ અને સાળો ત્યાર આવ્યા હતા અને સામેવાળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જો કે, આરોપીઓને તે સારું ન લાગતા બે શખ્સો દ્વારા યુવાન સાથે જપાજપી કરીને ગાળો આપી હતી અને તેના ભાઈને માથાના ભાગે ધોકો માર્યો હતો અને તેના સાળાને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં આવેલ કૃષિ વિદ્યાલયના ઝાપા પાસે રહેતા આઝાદભાઈ મનસુખભાઈ બાલાસનિયા (27) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ મગનભાઈ પરમાર અને સુરેશભાઈ નરશીભાઈ પરમાર રહે. બંને આંબેડકર કોમ્પ્લેક્સ સામે હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે હળવદમાં આવેલ સખી મરચાં ફ્લોર મિલ પાસે ફરિયાદીના નાના ભાઈ કિશન તથા તેનો મિત્ર બેંજો વગાડતા હતા ત્યારે મહેશભાઈ પરમાર ત્યાં ફ્લોર મિલે પાણી પીવા માટે આવ્યો હતો અને ફ્લોર મિલ બંધ થઈ જતા પાણી પીવાની ના પાડતાં તે આરોપીને સારું લાગ્યું ન હતું અને તેણે ફરિયાદીના ભાઈ સાથે બોલાચાલી કરી હતી જેથી કિસને ફરિયાદીને ફોન કરીને જાણ કરતા ફરિયાદી તથા તેના સાળા મેહુલભાઈ બંને ત્યાં આવ્યા હતા અને મહેશભાઈ તેમજ સુરેશભાઈને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જોકે આરોપીઓને તે સારું ન લાગતા કિશન સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદી વચ્ચે છોડાવવા પડતા તેને માથાના ભાગે મહેશભાઈ પરમારે લાકડાનો ધોકો માર્યો હતો જ્યારે મેહુલભાઈને સુરેશભાઈએ વાસાના ભાગે મૂઢમાર મારીને ઈજાઓ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.









