મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા સમયના PGVCL ના બિલના બાકી ₹16.33 કરોડ હવે મહાપાલિકાએ ચુકવ્યા


SHARE









મોરબી પાલિકા સમયના PGVCL ના બિલના બાકી ₹16.33 કરોડ હવે મહાપાલિકાએ ચુકવ્યા

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટ મૂકવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર નવા સ્ટ્રીટ લાઇટ પોલ સ્થાપિત કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. જો કે, નગરપાલિકા સમયના PGVCL નું બિલ બાકી હતું જે 16.33 કરોડ રૂપિયા હાલમાં PGVCL ને ચૂકવવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ, નગરપાલિકા સમયના PGVCLના બાકી વીજ બિલની અંદાજે રૂપિયા 16.33 કરોડની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સ્ટ્રીટ લાઈટના મીટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો તેમજ વોટર સપ્લાય પમ્પિંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે. ઉલેખનીય છે કે, મોરબીમાં સ્ટ્રીટ લાઇટના પોલ અને લાઇટ ફિટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જે કામ થઈ ગયા પછી લોકોની સુવિધામાં વધારો થશે, આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઇટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.




Latest News