રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી
Breaking news
Morbi Today

મોરબીમાં કાર ચાલકે બાઈક, કાર અને રીક્ષાને હડફેટે લેતા ત્રણેય વાહનમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં


SHARE











મોરબીમાં કાર ચાલકે બાઈક, કાર અને રીક્ષાને હડફેટે લેતા ત્રણેય વાહનમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં

મોરબીના લાતી પ્લોટ શેરી નં-2 માં કાર ચાલક પોતાની કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને તેણે બાઈક, કાર અને રીક્ષામાં પોતાની કાર અથડાવી હતી જેથી અકસ્માતના આ બનાવમાં ત્રણેય વાહનોમાં નુકસાની થયેલ હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ આ બનાવમાં ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં કાર ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમ પાર્કમાં રહેતા દીક્ષિતભાઈ જયંતીભાઈ કાંજીયા (34)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 એલ 4670 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના લાતી પ્લોટ શેરી નં-2 માં આવેલ જૂની અજંતા બિલ્ડીંગ પાસેથી આરોપી તેના હવાલા વાળી ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના બાઇક નંબર જીજે 36 એડી 8918 માં પાછળથી ઠોકર મારી હતી જેથી ફરિયાદી બાઇક સાથે રસ્તા ઉપર નીચે પડી જતા તેને ડાબા પગના ઘૂંટણના ભાગે તથા જમણા હાથમાં ઇજાઓ થઈ હતી તેમજ સાહેદ પ્રવીણભાઈની વરના ગાડી નંબર જીજે 36 એએફ 5877 માં ડ્રાઇવર સાઈડ ગાડી અથડાવતા પ્રવીણભાઈની ગાડીમાં નુકસાન થયેલ છે તેમજ સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 8438 માં પાછળના ભાગેથી આરોપીએ તેની ગાડી અથડાવતા રિક્ષામાં પણ નુકસાની થઈ હતી અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાશી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે

કારમાં નુકશાનની ફરિયાદ

હળવદમાં આવેલ અવધ સોસાયટી ખાતે રહેતા અમૃતભાઈ ચંદુભાઈ વાઘ્રોડિયા (34)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીવાય 0486 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી હળવદ તરફ આગળ જઈ રહ્યા હતા ત્યારે તેઓની ગાડીમાં તેમના પત્ની રુચિકાબેન, દીકરી છીયા તથા પંકજભાઈ સોરિયા અને તેમના પત્ની મિત્તલબેન બેઠેલા હતા અને તેઓની કાર નંબર જીજે 10 સીજી 2340 ને આરોપીએ ખાલી સાઈડમાંથી હડફેટ લીધી હતી જેથી કારના બંને દરવાજામાં નુકસાની થયેલ છે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે.






Latest News