મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ ગુજરાત કબડી લીગ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ બની ચેમ્પિયન


SHARE











મોરબીમાં યોજાયેલ ગુજરાત કબડી લીગ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ બની ચેમ્પિયન

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ગુજરાત કબડી લીગ ટુર્નામેન્ટનું ચાર દિવસથી આયોજન કરવામાં આવ્યું હતું જેનો ગઇકાલે સમાપન સમારોહ યોજાયો હતો અને ફાઇનલ મેચ વડોદરા અને આણંદની ટીમ વચ્ચે યોજાયો હતો જેમાં વડોદરાની ટીમ વિજેતા બની છે

ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં દેશી રમતો વિસરાઈ રહી છે ત્યારે કબડી જેવી દેશી રમતને પ્રોત્સાહન મળે તે માટે થઈને સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે તેના ભાગરૂપે ટંકારા તાલુકાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે ગુજરાત કબડી લીગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો પ્રારંભ શુક્રવારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો અને તેમાં ગુજરાતના મોરબી, સુરત, ખેડા, સુરત રૂરલ, તાપી, આણંદ, વડોદરા અને ગાંધીનગર સહિત 10 જિલ્લામાંથી 10 ટીમોએ ભાગ લીધો હતો અને છેલ્લા ચાર દિવસથી જુદી જુદી ટીમો વચ્ચે મેચ યોજાતા હતા અને તેમાં સેમીફાઈનલ રાઉન્ડ બાદ ફાઇનલમાં વડોદરા અને આણંદની ટીમ વચ્ચે મુકાબલો હતો જેમાં આણંદની ટીમને હાર આપીને વડોદરાની ટીમ ગુજરાત કબડી લીગ ટુર્નામેન્ટમાં વિજેતા બની છે જેથી કરીને આ ટીમને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ટંકારાના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં આવી જ રીતે મહિલાઓ માટે ગુજરાત કબડી લીગ ટુર્નામેન્ટનું આયોજન મોરબીના આંગણે કરવામાં આવશે તેવું ટંકારાના ધારાસભ્યએ જણાવ્યું હતું






Latest News