મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબી: ફટાકડાના ઝઘડામાં પતિએ ધોકો મારીને પત્નીની કરી હત્યા


SHARE











મોરબી: ફટાકડાના ઝઘડામાં પતિએ ધોકો મારીને પત્નીની કરી હત્યા

મોરબીના તળાવીયા શનાળા ગામે રહેતા અને ખેતરમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ફટાકડાની ખરીદી બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ ઝઘડો થયો હતો ત્યારે મહિલાને તેના પતિએ લાકડાનો ધોકો માથામાં માર્યો હતો.જેથી ઇજા પામેલા મહિલાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને હત્યાના આ બનાવમાં મૃતક મહિલાના કૌટુંબિક ભાઈની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના તળાવિયા શનાળા ગામે રજનીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના સરદારપુર જિલ્લાના ધાર વિસ્તારમાં રહેતા નરબેસિંગ ભગાસિંગ મેડા તેમના પત્ની ભૂરીબેન નરબેસિંગ મેડી (ઉમર ૩૮) તથા પરિવારજનો છેલ્લા પાંચ-છ વર્ષથી અહીં મોરબી ખાતે રહીને ખેત મજૂરીનું કામ કરતા હતા.દરમિયાનમાં આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હોય સંતાનો માટે ફટાકડાની ખરીદી માટે ભુરીબેને તેના પતિને ૫૦૦ રૂપીયા આપ્યા હતા અને ફટાકડા ખરીદી કરવા માટે નરબેસિંગ અને બાળકો મોરબી આવ્યા હતા અને બાદમાં ફટાકડાની ખરીદી કરીને પરત તળાવીયા શનાળા ગામે ગયા હતા અને ત્યારે ૫૦૦ રૂપિયાના ફટાકડાની ખરીદી મુદદે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો.આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા નરબેસિંગ મેડા દ્વારા ત્યાં બાજુમાં પડેલા લાકડાના ધોકા વડે તેના પત્ની ભુરીબેન નરબેસિંગ મેડા (ઉમર ૩૮) ને માર મારવામાં આવ્યો હતો. જેના લીધે ગંભીર ઇજાઓ થવાથી ભુરીબેન મેડાનું મોત નીપજ્યું હતું.જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.બાદમાં બનાવ સંદર્ભે મૃતકના ફઈબાના દીકરા દિપકભાઈ બગાભાઈ ડામોર (ઉમર ૩૫) રહે.તળાવિયા શનાળા ગામની સીમમાં રજનીભાઈની વાડીએ વાળાએ હાલ તેના કૌટુંબીક બનેવી નરબેસિંગ ભગાસીંગ મેડા હાલ રહે.તળાવીય શનાળા તા.મોરબી મૂળ મધ્યપ્રદેશ વાળા સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પીઆઇ દ્વારા મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી નરબેસિંગ મેડા હાલ પોલીસના હાથવેતમાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. અત્રે નોંધનીય છે કે પૈસાદાર લોકો માટે આ કિંમત (રૂા.૫૦૦) એક ફટાકડાની હોય છે જ્યારે નાના પરિવારો માટે આ બાબત જીવન-મરણ સમાન બની જતી હોય છે અને નજીવી ફટાકડાની ખરીદી માટે થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતા હાલ પત્નીનું મોત નીપજયુ છે અને પતિ પોલીસ સ્ટેશને પહોંચી જતા હાલ તહેવાર સમયે જ પરિવારનો માળો વિંખાઈ ગયો હતો. 

સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

મોરબીના સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવેલા ચંદુ મહારાજ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જેથી મૃતકના પરિવારજનોને શોધવા માટે એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા તથા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી.ત્યારે સામે આવ્યું હતું કે મૃતકનું મૂળ નામ ચંદુદાસ પ્રભુદાસ દેવમુરારી બાવાજી (ઉમર ૮૦) રહે.સહયોગ હોસ્પિટલ સામે વિશ્ર્વેસર રાજકોટ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું અને મૃતકના પરિવારજનોને બોલાવીને તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના સરંભડા ગામે ભરવાડ વાસમાં રહેતા મૌજદાન ખીમરાજભા ગઢવી નામનો ૪૮ વર્ષનો યુવાન પોતાના ભાઈ સાથે બાઈકમાં જતો હતો ત્યારે હળવદ રોડ ઉપર માનસર ગામ નજીક તેઓના બાઇકની આડે ઢોર ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ. જે બનાવમાં મૌજદાન ગઢવીને ઇજાઓ થતા મોરબીની હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા

કચ્છના ગાંધીધામ ખાતે આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ લાલચંદભાઈ શર્મા નામના ૨૪ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો.જ્યારે વાંકાનેર તાલુકાના પીપળીયા ગામે રહેતા ઈકબાલભાઈ અનીશભાઈ માથકિયા નામના ૪૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેર કુવાડવા રોડ ઉપર તે બાઈક લઈને જતો હતો ત્યારે ઇકો કારના ચાલકે તેને અડે પેટે લેતા અકસ્માત બનાવવામાં તેની ઈજાઓ પહોંચી હતી.






Latest News