દિવાળી પહેલા હોળી: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો આજથી પ્રતિ કિલોનો ભાવ 104 રૂપિયા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા શાળા, મણીમંદિર ખાતે વોર્ડ નંબર ૧ થી ૭ ના નાગરિકો માટે, કોમ્યુનિટી હૉલ, કાયજી પ્લોટ ખાતે વોર્ડ નંબર ૮ થી ૧૩ ના નાગરિકો માટે તેમજ મોરબી તાલુકાના કલસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય રસીકરણ, રાશન કાર્ડમાં સુધારા, ઈ- કેવાયસી, મેડીસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા, ૭- ૧૨ અને ૮- અ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, રોજગાર ભરતી, પોસ્ટ વિભાગની અરજીઓ, જાતિ અને આવકના દાખલા સહિત વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, મોરબી ગામ અને ક્લસ્ટર હેઠળના ગામોના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News