મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

ટાંકરાના વીરપર નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









ટાંકરાના વીરપર નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે યુવાન ઊભો હતો ત્યારે તેને અજાણ્યા વાહન ચાલકે તે યુવાનને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વીબોક્સ કંપનીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા સંતોષ નંદરામભાઇ વિશ્વકર્મા (31)એ અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે તેઓનો નાનો ભાઈ ઘનશ્યામભાઈ નંદરામભાઇ વિશ્વકર્મા (30) ઉભો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઘનશ્યામભાઈનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં ફરિયાદી પાસેથી મળતી પ્રમાણે તેનો ભાઈ ઘનશ્યામભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો દરમિયાન વીરપર ગામ પાસે બા ની વાડી નજીક તે રોડ ઉપર ઉભો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેનું મોત નીપજ્યું છે




Latest News