મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

અનોખી ઉજવણી: વાધગઢના ખેડૂતએ ધર્મપત્નીના સ્મરણાર્થે  એક લાખ રૂપિયા ગામની પ્રાથમિક શાળામાં આપ્યા  


SHARE





























અનોખી ઉજવણી: વાધગઢના ખેડૂતએ ધર્મપત્નીના સ્મરણાર્થે  એક લાખ રૂપિયા ગામની પ્રાથમિક શાળામાં આપ્યા  

વાધગઢના રહીશ ખેડૂત માવજીભાઈ રુગનાથભાઈ દલસાણીયાની ધર્મપત્ની સ્મૃતિશેષ હેમીબના સ્મરણાર્થે પોતાના ગામ એટલે કે વાઘગઢ ગામના બાળકોને તથા શ્રમયોગી બાળકોને સારામાં સારૂ શિક્ષણ અને સારામાં સારી ભૌતિક સુવિધા  મળી રહે તેવા શુભ ઉદ્દેશ્યથી દિવાળીના ખોટા ખર્ચા કરવાની જગ્યાએ સરકારી શાળા ને ધબકતી રાખવા માટે અને સામાજિક સમરતા જળવાઈ રહે, શ્રમયોગી પરિવારના બાળકો પણ સારામાં સારૂ શિક્ષણ અને ભૌતિક સુવિધા ભોગવી શકે અને જીવનમાં શિક્ષણ થકી સારા નાગરિક બની ખૂબ સુખી થાય તેવા ઉદેશ્યથી રૂપિયા એક લાખ પુરાનો ચેક માવજીબાપા દ્રારા વાઘગઢ પ્રાથમિક શાળાને અર્પણ કરેલ છે

 આ તકે માવજી બાપા નું તેમજ તેમના પુત્ર નરેશભાઈ અને મહેશભાઈ ની સાથે પુરા દલસાણીયા પરિવારનો ગામ તથા શાળા પરિવાર દ્રારા આભાર માનવામાં આવે છે . ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય એક ખેડૂત દ્વારા પોતાની ગામની પ્રાથમિક શાળા માટે આવડું મોટું દાન ખરેખર અનુકરણીય અને પ્રશસંનીય  કાર્યને કહેવાય. આમ વાઘગઢ ગામ અને શાળા હંમેશા વૃક્ષારોપણ, સમાજસેવા ,રાષ્ટ્રસેવા, સ્વચ્છતા, આરોગ્યને લઈ અવનવા  પ્રેરણાદાયી કાર્ય થતા જોવા મળે છે. નવા સત્રની શરૂઆતમાં જ શ્રી માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયા દ્રારા  શાળાના બાળકોને બે બે જોડી યુનિફોર્મની ભેટ આપવામાં આવેલ.  તાજેતર માંજ મોરબી જિલ્લાનું સ્વચ્છતામાં પહેલા નંબર ઉપર રહી માન્ય ડીડીઓ સાહેબ દ્રારા સન્માન પત્ર સન્માન કરવામાં  આવેલ. આમ માવજીબાપા દ્રારા લોકોને નવી દિશા બતાવીને  દિવાળીની ઉજવણી કરવામાં આવેલ છે.
















Latest News