મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ફટાકડા બાબતે થયેલ ઝઘડામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE













મોરબીમાં ફટાકડા બાબતે થયેલ ઝઘડામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબીના તળાવીયા શનાળા ગામે રહેતા અને ખેતરમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારમાં પતિ પત્ની વચ્ચે ફટાકડાની ખરીદી બાબતે ઝઘડો થયો હતો. ત્યારે મહિલાને તેના પતિએ લાકડાનો ધોકો માથામાં માર્યો હતો. જેથી મહિલાનું મોત નીપજયું હતું જેથી હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના તળાવિયા શનાળા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી નરબેસિંગ ભગાસિંગ મેડા અને પત્ની ભૂરીબેન નરબેસિંગ મેડા (38) વચ્ચે ફટાકડાની ખરીદી માટે ઝઘડો થયો હતો અને ત્યારે ભુરીબેને તેના પતિએ લાકડાના ધોકા વડે તેના પત્ની ભુરીબેન નરબેસિંગ મેડાને માર મારવામાં આવ્યો હતો. જેથી ભુરીબેન મેડાનું મોત નીપજ્યું હતું. જે બનાવ સંદર્ભે મૃતકના ફઈબાના દીકરા દિપકભાઈ બગાભાઈ ડામોરે કૌટુંબીક બનેવી નરબેસિંગ ભગાસીંગ મેડા હાલ રહે.તળાવીય શનાળા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા જે ગુનામાં પોલીસે આરોપી નરબેસિંગ ભગાસિંગ મેડાની ધરપકડ કરેલ છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News