મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
Breaking news
Morbi Today

એક દીકરીને લગ્નો કરિયાવર આપી તહેવારની અનોખી ઉજવણી કરતી મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી


SHARE













એક દીકરીને લગ્નો કરિયાવર આપી તહેવારની અનોખી ઉજવણી કરતી મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી

હિન્દૂ સમાજનો સૌથી મોટો તહેવાર દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી માટે સમાજના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આનંદ કરવા સાથે સેવાકાર્યો કરી રહ્યા છે.ત્યારે મોરબીમાં એક જરૂરતમંદ લક્ષ્મી સ્વરૂપ એક દીકરીને લગ્નસરાની ચીજ વસ્તુઓ જેવી કે ૧૩ નંગ સાડીઓ, ડિનર સેટ, કૂકર, જગ,  તપેલીઓનો સેટ, ચાંદી ની પાયલ સહીત અનેક જરૂરી નાની મોટી વસ્તુઓ આપવા સાથે આ સંસ્થાએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ ઉજવણી સાથે સંસ્થાની બહેનોના ચહેરા પર પણ ઉત્સવની અનેરી ખુશી અને પ્રસંગનો આનંદ એક સાથે જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા આવા માનવ સેવા અને સમાજ સેવા ના ઘણા કાર્યો કરવામાં આવ્યા છે 
   જેના દ્વારા એ સમાજ ના બધા લોકો પાસે આવી અપેક્ષા રાખે છે કે તેમને પણ આવા અમુક સમાજ સેવા ના કાર્યો કરવા જોઈએ. આવા કાર્યો કરવાનું આશય આ સંસ્થા નું ફક્ત એટલું છે કે સમાજ ના બધા લોકો ના મોં પર મુસ્કાન લાવી શકે.

આ સાથે  મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી મોરબી જીલ્લાના પ્રજાજનોને દિવાળી તેમજ નવા વર્ષ માટે નૂતન માટે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી છે.




Latest News