મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રી માટે જાગૃતિ સેમીનાર યોજાયો મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી સાર્વજનીક મહાકાલી પુજા કમિટિ દ્વારા કાલી પુજા શરૂ, ડો. જયંતિભાઇ ભાડેશીયાએ પંડાલ ખુલ્લો મુકાયો


SHARE















સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા મોરબીમાં દર વર્ષે દિવાળીના દિવસે મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં મહાકાલી પૂજા નું આયોજન કર્યું છે જેનું ઉદ્ઘાટન આજે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ તથા મોરબીના નગરજનો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને આગામી ચાર દિવસ સુધી ત્યાં માતાજીનું પૂજન, અર્ચન, દર્શન  અને પ્રસાદનો લાભ લેશે.

સમગ્ર દેશની અંદર મહાકાલી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બંગાળમાં પૂજાનું વિશેષ મહત્વ હોય છે જોકે છેલ્લા 19 વર્ષથી મોરબીમાં સાર્વજનિક મહાકાલી પૂજા કમિટી દ્વારા મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના દરબારગઢ ચોકમાં દિવાળીના દિવસથી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે અને પશ્ચિમ ક્ષેત્ર ના સંઘ ચાલક ડો. જયંતિભાઇ ભાડેશિયા ના હસ્તે કાલી પૂજાના પંડાલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે જ મોરબીમાં સોની સમાજ, બંગાળી સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને માતાજીના પૂજન, અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો વધુમાં આયોજકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આજથી ચાર દિવસ સુધી મહાકાલી પૂજા ના પંડાલમાં દરરોજ બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધી તથા રાત્રિના 9:30 થી 10:30 સુધી મહાકાલી પૂજા નું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ દર્શનાર્થીઓને ખીચડી પ્રસાદ પણ આયોજકો દ્વારા આપવામાં આવતો હોય છે અને આગામી તા. 3/11 ને રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે દરબાર ગઢથી વિસર્જન યાત્રા શરૂ કરાશે તેવી માહિતી આયોજકો પાસેથી જાણવા મળે છે.




Latest News