મોરબીના વનાળીયા ગામે આવેલ 104 વર્ષ જૂની પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે મોરબીની માધાપરવાડી શાળામાં નંદ ઉત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં 3 આરોપીની ધરપકડ સરકારની આંખ ખોલવા મોરબી યાર્ડમાંથી ભાજપના મૂળિયાં ઉખેડી નાખો-લાલતિભાઈ કગથરા: સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ ન હોય-મગનભાઇ વડાવિયા મોરબીના ઉટબેટ (સામપર) ગામે સાપ કરડી જતાં યુવાનનું મોત વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી
Breaking news
Morbi Today

હળવદમાં બુટલેગર ના ઘર પાસે ખંઢેર મકાનમાંથી ૧૩૮ બોટલ દારૂ-૧૧૬બિયરના ટીમ ઝડપાયા કુલ ૧૬.૮૨ લાખનો મુદ્દામાલ કબજે


SHARE





હળવદમાં બુટલેગરે પડતર મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂ તથા બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસો ૧,૩૨,૬૭૯ નો દારૂ અને બિયર તેમજ રોકડ ૧૫,૫૦,૦૦૦ આમ કુલ મળીને ૧૬,૮૨,૬૭૯ નો મુદામાલ કબજે કરેલ છે જો કે, દારૂની રેડ કરી ત્યારે આરોપી હાજર ન હોય તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં પોલીસ ટીમને મળેલ બતમી આધારે લક્ષ્મીનારાયણ ચોક પાસે જોષી ફળીમાં રહેતા બુટલેગર ધવલભાઇ નરેન્દ્રભાઇ શુકલના ઘર પાસે ખંડેર અલગ અલગ મકાનમાં દારૂ છે જેથી અલગ અલગ ઇંગ્લીશ દારૂની જુદીજુદી બ્રાન્ડની ૧૩૮ બોટલ તેની કિંમત ૧,૨૧,૦૭૯ તથા ૧૧૬ બીયર જેની કિંમત ૧૧,૬૦૦ તથા આરોપીના ઘરમાંથી શક પડતી મિલકત રોકડ ૧૫,૫૦,૦૦૦ આમ કુલ મળીને ૧૬,૮૨,૬૭૯/ નો મુદામાલ કબ્જે કરેલ છે જો કે, ધવલભાઈ નરેન્દ્રભાઇ શુકલ રહે. જોષી ફળી હળવદ વાળો હાજર ન હોવાથી હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે




Latest News