મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ
Breaking news
Morbi Today

વાંકાનેર-અમરસર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન આડે પડતુ મુકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE













વાંકાનેર રેલવે સ્ટેશન અને અમરસર રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થતી રેલવે ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને આપઘાત કર્યો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ અંગેની રેલવે પોલીસ દ્વારા નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે તા. 31/10 ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેર રેલ્વે સ્ટેશન અને અમરસર રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થતી ઓખા બનારસ ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા 30 વર્ષના યુવાને આપઘાત કર્યો હતો અને ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે તે યુવાનોનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગેની આગળની તપાસ વાંકાનેર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા કુલદીપસિંહ ઝાલા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાને બદામી કલરનું આખી બાયનું ટીશર્ટ પહેરેલ, કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે તેના જમણા હાથની કલાઈ ઉપર અંગ્રેજીમાં "કે કે" ત્રોફાવેલ છે જેથી કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે અને મૃતક યુવાનના પરિવારજનો અથવા તો ઓળખીતા લોકોએ કુલદીપસિંહ ઝાલાના મોબાઈલ નંબર 91735 55538 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે




Latest News