ટંકારા-પડધરી વિધાનસભાના આપના અધ્યક્ષની દીકરીના જન્મદિવસની પ્રેરણાદાપી ઉજવણી
ચર્ચાનો વિષય: ટંકારા તાલુકાની હોટલમાં જુગારની રેડ બાદ લેવાયેલ એક્શન માટે રાજકિય વગ કે અધિકારીઓની આંતરિક ખેંચતાણ કારણભૂત ?
SHARE
ચર્ચાનો વિષય: ટંકારા તાલુકાની હોટલમાં જુગારની રેડ બાદ લેવાયેલ એક્શન માટે રાજકિય વગ કે અધિકારીઓની આંતરિક ખેંચતાણ કારણભૂત ?
મોરબી જીલ્લામાં પોલીસ બેડામાં આંતરિક ખેંચતાણના લીધે સતત પોલીસ વિભાગ છેલ્લા બે વર્ષથી ચર્ચામાં છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, તાજેતરમાં સ્થાનિક પોલીસે ટંકારા તાલુકામાં જુગારની રેડ એક હોટલમાં કરવામાં આવી હતી ત્યારે રોકડા રૂપિયા અને અન્ય મુદામાલ મળીને 63.15 લાખના મુદામાલ કબજે કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ ગુનો પણ નોંધાયો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી જો કે, હાલમાં ટંકારાના પીઆઇ અને એક પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે ત્યારે રાજકિય રીતે અધિકારી અને કર્મચારીનો ભોગ લેવાયો છે કે પછી જિલ્લાના અધિકારીઓની આંતરિક ખેંચતાણ કારણભૂત છે ? તે મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાની એરણે છે.
મોરબી રાજકોટ હાઈવેએ આવેલ કમ્પફર્ટ હોટલમા થોડા દિવસો પહેલા જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં પ્લાસ્ટીકના કોઈન વડે તીન પત્તિનો જુગાર રમતા સાત શખ્સો હોટલના રૂમમાંથી મળી આવ્યા હતા જેથી કરીને તેને પકડવામાં આવ્યા હતા અને હોટલની બહાર ઊભી રાખવામા આવેલ ગાડીમાંથી 12 લાખની રોકડ મળી આવી હતી જેથી કરીને કુલ નવ શખ્સોને પોલીસે રોકડ, બે મોંધી કાર તેમજ અન્ય મુદામાલ મળીને 63.15 લાખના મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. અને આ શખ્સોની સામે જુગારનો ગુનો નોંધવામાં આવેલ હતો. જો કે, રૂમમાંથી જુગાર રમતા જે સાત શખ્સો મળી આવ્યા હતા તેમાંથી એક વ્યક્તિએ તેનું નામ ખોટું લખાવ્યું હતું તેવું સામે આવ્યું હતું.
જેથી કરીને પોલીસે જુગારનો ગુનો નોંધાયો હતો તેમાં તે અંગેની કલમનો ઉમેરો કર્યો હતો અને કાર્યવાહી પણ કરી હતી જેથી આ રેડ ચર્ચામાં હતી. તેવામાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રથમ પીઆઇ તરીકે મુકાયેલા પીઆઇ વાય.કે.ગોહિલની વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં તેમજ ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્વારકા બદલી રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાબતે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે.
જો કે, જુગારની રેડ અને ત્યાં પછી લેવામાં આવેલ પગલાંના કારણે મોરબી જિલ્લાના પોલીસ જવાનોમાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. અને ખાસ કરીને જીલ્લામાં કામ કરીશું તો પણ દંડાશું અને નહિ કરીએ તો પણ દંડાશુ આવી પરિસ્થિતિમાં શું કરવું તે સવાલ હવે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ઉઠવા લાગેલ છે અને જો આવુને આવું ચાલતું રહેશે તો જેમ રાજકોટના અગ્નિકાંડ પછી કોર્પોરેશનના ફાયર વિભાગમાંથી ધડોધડ અધિકારીઓએ રાજીનામાં આપી રહ્યા છે તેવી જ સ્થિતિ મોરબી પોલીસ બેડામાં થાય તો નવાઈ નથી.
છેલ્લા ઘણા સમયથી મોરબી જીલ્લામાં પોલીસ અધિકારીઓને તેના જ જવાનો ઉપર ભરોસો ન રહે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને તેના પાછળ કોની શું ભૂમિકા છે તે તપાસ કરવાને બદલે એક બીજા અધિકારીઓએ વચ્ચે સતત આંતરિક ખેંચતાણ વધી રહી છે. મોરબી જીલ્લામાં આજ કાલથી નહીં પરંતુ છેલ્લા બે વર્ષ જેટલા સમયથી મોરબી જિલ્લો ડીઝલ ચોરી, નકલી દારૂ, નશીલિ શિરપ, દારૂનું ગોડાઉન વિગેરે જેવી કામગીરીને લઈને પોલીસ ચર્ચામાં છે પરંતુ મોરબીમાં ખોટા ધંધા બંધ કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક અધિકારી અને કર્મચારી ઉપર ભરોસો રાખીને મુક્ત મને કામ કરવા દેશે તો જ જીલ્લામાં ચાલી રહેલી બદીઓને ડામી શકાશે નહીં તો આમને આમ જિલ્લાઓ પોલીસ બેડામાં ચર્ચાના એરણે ચડતો રહેશ.