મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નાના બાળકોના ફટાકડા ફોડવા સાથેની રમતમા મોટી ગેરસમજ થતી અટકાવતી પોલીસ


SHARE





વાંકાનેરમાં નાના બાળકોના ફટાકડા ફોડવા સાથેની રમતમા મોટી ગેરસમજ થતી અટકાવતી પોલીસ

મોરબી જીલ્લામાં દિવાળી પર્વ પર કોઈ અનિચ્છનિય બનાવ ન બને તહેવાર શાંતિપુર્વક ભાઈચારાથી ઉજવાઈ થાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત રાખવા માટે એસપીની સૂચના હતી અને વાંકાનેરના પીઆઇ એચ.વી.ઘેલા તેમજ સ્ટાફના માણસો દિવાળી તહેવાર સમયે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પંચાસર ગામમાં બપોરના દોઢેક વાગ્યાના સમયમા ત્રણ છોકરાવ બાઈકમાં જતા હતા અને મસ્જિદમા નાનો ફટાકડો ફેંકતો હોય તેવો વીડીયો વાયરલ થયેલ હતો જેથી કરીને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે સારૂ તાત્કાલિક વીડીયોમા ફટાકડા ફોડતા છોકરાવની શોધખોળ શરૂ કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

ત્યાર બાદ પંચાસર ગામના આગેવાન તથા સરપંચ મહેબુબભાઈ અમીભાઈ ભોરણીયા તથા મુસ્લિમ સમાજના આગેવાનો મહમદભાઈ અમીભાઈ કડીવાર, નુરમામદભાઈ ભોરણીયા, ઉસ્માનભાઈ ભોરણીયા, રસુલભાઈ અહમદભાઈ શેરસીયા, યાકુબભાઈ શેરસીયા, નુરમામદભાઈ ભોરણીયાનાઓની આગેવાનીમાં આ કાયદાના સંઘર્ષમા આવેલ ત્રણ કિશોરોએ માફી  માંગેલ હતી અને કહેલ કે તેઓ સાવ નાના નાના ફટાકડા જ્યાં જ્યાં ખુલ્લા દરવાજા દેખાઈ ત્યાં મસ્તીમા ફેંકતા હતા. અને કોઈને હેરાન પરેશાન કરવા માટે ફટાકડા ફેંકેલ નથી. અને ત્યારે પંચાસર ગામમાં આવેલ મસ્જિદમા દરવાજો ખુલ્લો હોય તેમા ભુલથી ફટાકડો ફેંકી દીધેલ હતો. જેથી તેઓએ પંચાસર ગામના મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં માફી માંગી હતી. આમ બાળકોની રમતમાં થનારી મોટી ગેરસમજ ઉપર પોલીસે પુર્ણ વિરામ મુકેલ છે તેમજ હીંન્દુ-મુસ્લીમના તમામ આગેવાનોએ દિવાળીનો તહેવાર કોમી એખલાશ ભર્યા વાતાવરણમા ઉજવણી કરી હતી.




Latest News