વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખીને યુવાન સહિત ત્રણ વ્યકિત ઉપર દસ શખ્સોએ કર્યો હુમલો


SHARE











મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા યુવાનને અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને ફટાકડાના સ્ટોર ઉપર ભેગા થયેલા આરોપીએ ગાળો આપીને ઝપાઝપી કરી હતી ત્યારબાદ અન્ય ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને પાંચ શખ્સોએ ફરિયાદી યુવાન તથા સાહેદ સાથે જપાજપી કરી હતી અને ત્યારબાદ ફોન કરીને વાતચીત કરવા માટે યુવાનને  બોલાવવામાં આવ્યો હતો અને ત્યારે વાવડી રોડે કારીયા સોસાયટી પાસે આરોપીઓ વાતચીત કરવા માટે આવ્યા હતા અને ત્યાં અજાણ્યા પાંચ શખ્સો પણ તેની સાથે હતા દરમિયાન પથ્થરનો છૂટો ઘા કરીને સાહેદને કપાળના ભાગે ઇજા કરી હતી જ્યારે ફરિયાદી યુવાનને લાકડાના ધોકા વડે ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેબદોને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 10 શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા જયરાજભાઇ લાલજીભાઈ અવાડીયા (20) એ હાલમાં જીગ્નેશ નકુમ, જયેશ ઉર્ફે જયલો ભરવાડ, વિક્રમ ભરવાડ, યશ ભરવાડ અને રાહુલ ડાભી રહે બધા મોરબી તથા અજાણ્યા પાંચ શખ્સો આમ કુલ મળીને 10 શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીને અગાઉ જીગ્નેશ નકુમ સાથે માથાકૂટ થયેલ હતી જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા સાહેદ જયકિશન આરઆર મોલ પાસે આવેલ ફટાકડાના સ્ટોરમાં ફટાકડા લેવા માટે ગયા હતા ત્યાં આરોપી જીગ્નેશ નકુમે તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી ત્યારબાદ જીગ્નેશ નકુમે ફોન કરીને જયેશ, વિક્રમ, યસ અને રાહુલને બોલાવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા સાહેદ સાથે ઝપાઝપી કરીને માથાકૂટ કરી હતી ત્યારબાદ ફરિયાદી તથા સાહેદ ત્યાંથી જતા રહ્યા હોય જીગ્નેશ નકુમે ફોન કરીને વાતચીત કરવા માટે બોલાવતા ફરિયાદી તથા સાહેદ વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીના નાકા પાસે ઉભા રહ્યા હતા અને ત્યાં તમામ આરોપીઓ આવ્યા હતા અને જયેશ ભરવાડે પથ્થરનો છૂટો ઘા કરીને જયકિશનને માથામાં કપાળના ભાગે ઇજા કરી હતી તેમજ અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદી તથા સાહેદને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ફરિયાદી તથા જયકિશન અને અંકિત ને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. સી.એમ.કરકર ચલાવી રહ્યા છે






Latest News