ધોળા દિવસે ચોરી !: મોરબીમાં ગ્રાહક બનીને દુકાનમાં આવૈલ ગઠીયો રોકડા 50 હજાર ચોરી ગયો, ઘટના સીસીટીવીમાં કેદ વાંકાનેરમાં ટાઉનહોલના પાર્કિંગમાંથી 3.183 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા: 10.72 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના બોકડથંભા રોડ ઉપર ટ્રક ચાલકે ઓવરટેક કરતા સમયે બાઇકને હડફેટે લેતા ટ્રક નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબીના લાભનગરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 10,200ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રક કન્ટેનરની પાછળના ભાગમાં બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું સારવારમાં મોત કચ્છ જીલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ ની ૩૧ સ્પર્ધાઓમાં ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો: વિનોદભાઇ ચાવડા મોરબીમાં રવિવારે કરિયાણા મર્ચન્ટ એસો.ની મીટીંગ: નવા પ્રમુખ સહિતના હોદેદારોની કરશે વરણી અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી નિમિતે ટીબીના દર્દીઓને કચ્છના સાંસદ તરફથી પોષણ કીટનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 12 શખ્સ પકડાયા


SHARE











મોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 12 શખ્સ પકડાયા

મોરબી વાવડી રોડ કારીયા સોસાયટી પાસે ઉમિયાનગરમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે 12 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 53,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ વી.એન.પરમારની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે મોરબીના વાવડી રોડે કારીયા સોસાયટીમાં ઉમિયાનગરમાં પોપટભાઇ ભરવાડના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ત્રિલોકસીંગ દર્શનસીંગ સેંગર, મુકેશ શ્રીરામનરેશ સહાની, સંતોષમહતો કિશુનમહતો કુશવાહ, રાહુલસીંગ પ્રાગસીંગ સેંગર, રાકેશ શિવચરન કુશવાહ, અનિલકુમાર કલ્યાણસીંગ વિશ્વકર્મા, પ્રવેન્દ્રસીંગ સુંદરસીંગ સેંગર, મનિષભાઇ ઉર્ફે રમેશ ભુરેલાલ ચૌહાણ, ભરતસીંગ શિવમોહનસીંગ સેંગર, ગોવીંદા લાખન કુશવાહ, શ્યામસીંગ સુરેશસીંગ સેંગર અને રાજેશ રામગોપાલ ધાનુક રહે. બધા મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 53,100 ની રોકડ કબ્જે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News