મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા


SHARE





મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા

મોરબીના લીલાપર રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સો બાઈક લઈને ત્યાં આવ્યા હતા અને યુવાનના બાઈકની આડે બાઇક નાખીને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને મારી નાખવાના ઇરાદે પેટ, છાતી, વાંસા અને જમણા ગાલે નાકના ભાગે છરી મારીને ઇજા કરી હતી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા 3 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના લીલાપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ (30)એ કાળા કલરના બાઈકમાં આવેલા 3 અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લીલાપર ઘુનડા રોડ ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટથી લીલાપર ગામની સીમમાં આવેલ ગાયત્રી સ્ટોન ભડીયા તરફ જવાના રસ્તા ઉપરથી તે પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સો ત્યાં બાઈક લઈને આવ્યા હતા અને ફરિયાદીના બાઇકની આડે બાઈક નાખીને યુવાનને આંતરીને તેને રોકવામાં આવેલ હતો ત્યાર બાદ બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સો પૈકી લાલ કલરના શર્ટ વાળા શખ્સે યુવાનને મારી નાખવાના ઇરાદે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને પેટ, છાતી, વાસા તથા જમણા ગાલે નાક ઉપર છરી ઘા માર્યા હતા અને બીજા બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News