મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ, જડેશ્વર મહાદેવ મંદિર, આપના કાર્યાલય સહિત જુદીજુદી જગ્યાએ શિવરાત્રિ ઉજવાઇ


SHARE





મોરબીના રામધન આશ્રમ, જડેશ્વર મહાદેવ મંદિર, આપના કાર્યાલય સહિત જુદીજુદી જગ્યાએ શિવરાત્રિ ઉજવાઇ

મોરબીમાં આવેલ રામધન આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી ત્યાં હજાર રહ્યા હતા અને કાશી વિશ્વનાથ મહાદેવની મહાપુજા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

પ્રેરણા દાયક પહેલ

રાષ્ટધર્મ સે બડા કોઈ ધર્મ નહીં હોતા આજે રોજ પરહીતકર્મ ગુપ્ર દ્રારા પુલાવામાં હુમલામાં દેશ માટે શહીદ થયેલ ભારતના વિર જવાનોને ભાવપુર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મહાશિવરાત્રી નિમિત્તે 51 નારીયેળ કીડીયારું ભરીને અને 51 દુધની થેલી જુદાજુદા વિસ્તારમાં શ્વાનને પિવડાવીને પરહીતકર્મ ગુપ્ર દ્રારા પુલાવમા હુમલાના શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા શિવરાત્રીએ યજ્ઞ યોજાયો

મહાશિવરાત્રીના દિવસે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયાની આગેવાનીમાં જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લાના લોકોની સુખાકારી અને સ્વાસ્થ્ય સારું રહે તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોનો પ્રચંડ વિજય થાય તથા ભ્રષ્ટાચારી તંત્ર સામે લડવાની શક્તિ મળે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ અને હોદેદારો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના સૌ ઉમેદવારોના વિજયતિલક કરીને સફળતા મળે એવી પ્રાર્થના કરી હતી.

માતૃશક્તિ-દુર્ગાવાહિની દ્વારા રંગોળી બનાવાઇ

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રીના દિવસે મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરમાં સાફ સફાઈ કરી હતી અને ત્યાર બાદ શિવ ભક્તો આકર્ષાય તેવી ભગવાન શિવની રંગોળી બનાવવામાં આવી હતી.




Latest News