મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ ખાનગી હોસ્પિટલના પગથીયા ઉપરથી 30 હજારના મોબાઈલની ચોરી


SHARE













મોરબીના શનાળા રોડે આવેલ ખાનગી હોસ્પિટલના પગથીયા ઉપરથી 30 હજારના મોબાઈલની ચોરી

મોરબીના સનાળા રોડ પર આવેલ સમર્પણ હોસ્પિટલના પગથીયા પાસેથી યુવાનનો મોબાઇલ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 30,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવા અંગેની યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાતાભેર ગામે રહેતા દેવરાજભાઈ ચતુરભાઈ નદેહારીયા (22) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના શનાળા રોડ પર આવેલ સમર્પણ હોસ્પિટલના પગથિયા ઉપર તેને પોતાનો i-phone 13 મોબાઈલ ફોન મૂક્યો હતો જે 30 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન કોઈ અજાણ્યો શખ્સ નજર ચૂકવીને ચોરી કરીને લઈ ગયેલ છે.જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

હોટલ સંચાલક સામે કાર્યવાહી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સતવેદ પ્લાઝા શોપિંગમાં ડ્રીઝલ પીઝા નામની હોટલમાં બહારના રાજ્યના શ્રમિકો કામ કરતા હતા તેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી કરીને હોટલના સંચાલક સુધીરભાઈ પરસોતમભાઈ અકબરી (28) રહે ભક્તિનગર સર્કલ પાસે મઢુલી હોટલની પાછળ મોરબી મૂળ રહે. અમરાપુર જિલ્લો અમરેલી વાળા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News