મોરબીના નાનીવાવડી ગામે બે બાઈક તથા મંદિરમાં ચોરી
SHARE
મોરબીના નાનીવાવડી ગામે બે બાઈક તથા મંદિરમાં ચોરી
મોરબી નજીકના નાનીવાવડી ગામે સિમ વિસ્તારમાં આવેલા બે કારખાનાઓની બહાર પાર્ક કરવામાં આવેલ બે બાઈકની ચોરી કરવામાં આવેલી છે.તે રીતે જ ગામના હનુમાન મંદિરની અંદર પણ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવેલ છે.
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે સીમ વિસ્તારમાં આવેલા બે જુદાજુદા કારખાનાઓની બહાર પાર્ક કરવામાં આવેલા બે બાઇકોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે.ગત તા.૧૦-૧૧ ના રાતના અઢી વાગ્યાના અરસામાં ત્રણ કે ત્રણથી વધુ ઈસમો ચોરી કરવા માટે આવ્યા હોવાનું સામે આવેલ છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નાની વાવડી ગામે લીઓ પેક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની બહાર કરવામાં આવેલ બજાજ સીટી-૧૦૦ બાઈક નંબર જીજે ૩૬ એન ૫૯૯૪ કે જે નીતિનભાઈ ભગવાનજીભાઈ અમૃતિયા રહે.નીલકંઠ હાઇટ રવાપર રોડ મોરબી ની માલિકીનું હતું તે તેની ચોરી કરવામાં આવેલી છે.તે રીતે જ મોરબીના નાની વાવડી ગામે આવેલ રૂદ્ર એન્ટરપ્રાઇઝ નામના કારખાનાની બહાર પાર્ક કરવામાં આવેલ હીરો ગ્લેમર બાઈક નંબર જીજે ૩૬ એજી ૬૧૯ કે જે બાઇક દિવ્યાંગ કેશવજીભાઈ સુરાણી રહે.વિનાયક એપાર્ટમેન્ટ ઉમા ટાઉનશીપ સામાકાંઠે મોરબી નું છે.તે બંને બાઇકોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવેલ છે.તે ઉપરાંત ગામમાં આવેલા એક હનુમાન મંદિરમાં પણ ચોરી કરવામાં આવી હોવાનું હાલ ગ્રામજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.ભોગ બનનારાઓ દ્વારા આ બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા ચોરીના આ બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
છરી સાથે ત્રણ પકડાયા
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ગતરાત્રિના રાઉન્ડમાં હતો.ત્યારે મોરબીના લોહાણાપરા વિસ્તાર પાસેથી નીકળતા ત્યાં શંકા પડતા ત્રણ ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા.ત્યારે તે ત્રણેયની પાસેથી છરી મળી આવેલ હોય હાલમાં નદીમ ઉર્ફે બુધો સતાર વડગામા સિપાઈ (૨૬) રહે. સિપાઈવાસ, નૌસાદ ઉર્ફે બીડી હુસેન સિપાઈ (૨૨) રહે.મકરાણીવાસ અને ઈરફાન કરીમ બ્લોચ રહે.મકરાણીવાસ સામે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ડમ્પર પકડાયું
મોરબી ખાણ ખનીજ વિભાગના દર્શિતભાઈ રાઠોડ સહિતના સ્ટાફ દ્વારા ગતરાત્રિના જુના સાદુળકા ગામ પાસે આવેલ ક્રિષ્ના હોટલ નજીક વોચ કરવામાં આવી હતી અને તે દરમિયાન ત્યાંથી નીકળે ડમ્પર નંબર જીજે ૧૨ બીએકસ ૪૭૦૯ ડ્રાઇવર ખોડાભાઈ મંગાભાઈ રબારી રહે.નાનીરવ રાપર જી.કચ્છ ને અટકાવીને તેમાં ભરવામાં આવેલ ખનીજના જથ્થા અંગે રોયલ્ટી પાસ પરમિટ માંગવામાં આવ્યા હતા.જે ન હોવાથી હાલ વાહન જપ્ત કરીને દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.