મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નાગલપર ગામેથી 13 વર્ષના બાળકનું અપહરણ


SHARE













મોરબીના નાગલપર ગામેથી 13 વર્ષના બાળકનું અપહરણ

મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા એમપીના યુવાનના દીકરાનું કોઈ કારણોસર અપરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલ ભાવેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કમલ ભારસિંઘ સોલંકી (32) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બબલુ પ્રકાશ નીનામા રહે. ખુરદા ખુરજી ગામ માનપુર થાણા એમપી હાલ રહે. રાજપર ગામની સીમવાળાની સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી બબલુ નીનામા અગાઉ તેની સાથે મજૂરી કામ કરતો હતો અને હાલમાં તે ફરિયાદીના 13 વર્ષના દીકરા શિવા કમલભાઈ સોલંકીનું અપહરણ કરીને લઈ ગયેલ છે જેથી ભોગ બનેલ બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને બાળકને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

વાંકાનેરના કાશીપર ગામે રહેતા માનુબેન દિનેશભાઈ માલકીયા નામના મહિલા બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામ પાસે બાઇક સ્લીપ થયું હતું જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા લક્ષ્મણભાઈ બાબુભાઈ ભંખોડીયા (28) નામના યુવાનને ઘર પાસે પાડોશી સાથે ઝઘડો થતાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વિરાટનગર ગામ પાસે રહેતા સંજયભાઈ સીણીયાભાઈ રાઠવા (19) નામના યુવાનને રંગપર બેલા વચ્ચે એબીસી કારખાના પાસે બાઈક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો તેમાં ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News