મોરબીમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે કોંગ્રેસ કરશે મહાપાલિકાનો ઘેરાવ મોરબી: આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું નશાકારક દવાનું વેચાણ રોકવા પ્રયાસ: મોરબી જિલ્લામાં 61 મેડિકલ શોપને ચેક કરતી પોલીસ મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા મોરબીના  ટીંબાવાડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની બેઠક યોજાયો હવે જો ચૂંટણી લડવામાં તમે (ગોપાલભાઈ) પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તૈયાર ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની રચના કરાઇ ગુરુઓની વેદના સાંભળો: મોરબી જીલ્લામાં શિક્ષકોને બીએલઓ તરીકેની સોંપેલ કામગીરી બાબતે કલેકટરને મહાસંઘે આવેદન પાઠવ્યું
Breaking news
Morbi Today

મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા 170 જેટલા દાતાઓને સન્માનિત કરાયા


SHARE

















મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા 170 જેટલા દાતાઓને સન્માનિત કરાયા

મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.1977 માં કરવામાં આવેલી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરુષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવેલ હતી. જે આજના સમયે એક વટવૃક્ષ બની ગયેલ છે.

આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળા-કૉલેજો પણ શરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપનાથી કરીને આજ સુધીમાં તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓએ શિક્ષણ મેળવ્યું છે. તેમજ પટેલ સમાજની કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના ઉદાર અને દિલેર દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સાવ નજીવા દરે ઉમા મેડિકલ, ઉમા લેબોરેટરી, ઉમા ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે જેનો મોરબી અને આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો નાત જાતના ભેદભાવ વગર ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે.

સામાજિક સેવા ક્ષેત્રે સમાજના મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારની સ્થિતિને નજર સમક્ષ રાખીને આ અદ્યતન ઉમા સંસ્કારધામ ખાતે *'ઉમા આદર્શ લગ્નબેનર હેઠળ આખા વર્ષ દરમિયાન દૈનિક બે લગ્ન થઈ શકે તેવા બે લગ્ન હોલ,  24 રૂમનું અતિથિગૃહ, ઉમા રંગભવન, અન્ય લગ્ન હોલ સહિત ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીના પાટીદાર શ્રેષ્ઠીઓના અનુદાનથી હાલ અમદાવાદ-ગાંધીનગર જ્યારે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાની પાટીદારની દીકરીઓ સુવિધા અને સુરક્ષા સાથે અમદાવાદમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુસર 36 રૂમની હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે.

સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવાપ્રવૃત્તિઓ માટે જેમની કૃપા,જેમની પ્રેરણા સમાજને સતત મળી રહી છે. જેમને પોતાની પરસેવાની કમાણી માંથી સમાજ માટે ધનરાશી અર્પણ કરેલ છે. એવા 170 જેટલા દાતાઓને ઉમા સંસ્કાર ધામનો ખેસ પહેરાવી સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરાયું હતું ત્યારબાદ લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ પોતાની આગવી શૈલીમાં હાલની સામાજિક સમસ્યાઓને હળવી શૈલીમાં રજૂ કરી લોક સાહિત્યનો રસથાળ પિરસ્યો હતો.






Latest News