મોરબીમાં ભાજપના આગેવાને ટ્રેનની સુવિધા વધારા માટે સાંસદને કરી રજૂઆત
ટંકારા આંબેડકર હોલમાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
SHARE
ટંકારા આંબેડકર હોલમાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
જળ, જંગલ, જમીનની લડાઈમાં એકલા હાથે અંગ્રેજો સાથે બાથ ભીડીને લોકોને એકત્રિત કરીને અંગ્રેજો સામે ચળવળ ચલાવી અને સેંકડો અંગ્રેજોને મોતને ઘાટ ઉતાર્યા એવા મહાન ક્રાંતિકારી બિરસા મુંડા જેઓ આદિવાસી સમાજમાંથી આવતા હતા. બિરસા મુંડા જન્મ દિવસ નિમિતે ટંકારા આંબેડકર હોલમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદથી હાઈકોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ તેમજ એડવોકેટ તૃષા પાટકર હાજર રહ્યા હતા. તેમજ રાજકોટથી એડવોકેટ સતીશ સાગઠિયા, યુવાભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી, એડવોકેટ રશ્મિન સાગઠિયા, જયેશ રાઠોડ, અભી સાગઠિયા હાજર રહ્યા હતા, સ્થાનિકમાં ડોક્ટર પરમાર, એડવોકેટ કલ્પના ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, મુકેશ પરમાર, કિશોર પારિયા, દિલીપ પરમાર, ખોડાભાઈ ચાવડા, મુકેશ પરમાર, ગૌરાંગ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ મનસુખ ચૌહાણ, કાનજીભાઈ ભીલ, નવઘનભાઈ ભીલ, માનશીંગભાઈ ગણાવા, ભેરુલાલભાઈ, નર્સિંગભાઈ સઁગોડ, મનુભાઈ સબુરભાઈ, પર્વતભાઈ સઁગોડ, કમલેશભાઈ રાઠોડ, કમલેશ સંગોડ, પારુભાઈ સંગાળા, વિક્રમભાઈ વસુનિયા, ઈશ્વરભાઈ ડામોર, ગિનુભાઈ મહિડા, દિનેશભાઇ મોહનીયા, ધીરુભાઈ હટીલા, મંગલભાઈ વગેરેએ મહેનત કરી હતી