મોરબીમાં ભાજપના આગેવાને ટ્રેનની સુવિધા વધારા માટે સાંસદને કરી રજૂઆત
SHARE
મોરબીમાં ભાજપના આગેવાને ટ્રેનની સુવિધા વધારા માટે સાંસદને કરી રજૂઆત
મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીએ મોરબીમાં રેલવેની સુવિધા વધારવા માટે અને લાંબા અંતરની તેમજ સુપરફાસ્ટ ટ્રેનની સુવિધા આપવા માટે સાંસદને લેખિત રજૂઆત કરી છે.
મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ સાંસદ વિનોદભાઈ ચાવડાને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાને રેલવેની લાંબા અંતરની ગાંધીધામથી કામ્ખીયા સુધી એક જ વિકલી ટ્રેન સિવાઈ કોઈ ટ્રેન મળી રહી નથી. જેથી મોરબીના તમામ લોકો, વેપારીઓ, ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિઓને હેરાન થવું પડે છે અને જો મોરબીને ભૂજ-ગાંધીધામ-મોરબી-હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેમજ ડેઇલી ભુજ-અમદાવાદ જે વંદે ભારત ટ્રેન 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થાય તેમ છે. તેમજ મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન રાજકોટ સુધી લંબાવવી જોઈએ અને ગાંધીધામથી કામ્ખીયા વચ્ચે જે ટ્રેન આપવામાં આવી છે તેના ફેરામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે.