મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના યાર્ડ પાસે કાર ચાલકે રોડ ક્રોસ કરતાં વૃધ્ધને કાર હડફેટે લેતા વૃધ્ધનું મોત


SHARE









વાંકાનેરના યાર્ડ પાસે કાર ચાલકે રોડ ક્રોસ કરતાં વૃધ્ધને કાર હડફેટે લેતા વૃધ્ધનું મોત

વાંકાનેર ચંદ્રપુર પાસે આવેલ માર્કેટિંગ યાર્ડ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને કાર ચાલકે અડફેટે લીધા હતા જેથી તેને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતકના દીકરાએ કારચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર નવાપરા ખડીયાપરા શેરી નંબર-૩ ની અંદર રમેશભાઈ સવશીભાઈ કોળી (૫૨)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે ૧૨ ડીએસ ૩૧૦૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસેથી તેના પિતા સવશીભાઈ ભલાભાઈ કોળી (૭૨) પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથાના પાછળના ભાગે અને જમણા પગે અને હાથમાં ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં રમેશભાઈની ફરિયાદ લઈને પોલીસે કારચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News