મોરબીના જાંબુડિયા પાસે બાઈકમાથી નીચે પટકાતાં માતાનું મોત નીપજવાના બનાવમાં દીકરાની ધરપકડ
વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ સાત આરોપીઓની ધરપકડ
SHARE









વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ સાત આરોપીઓની ધરપકડ
વાંકાનેરના ખંભાળા ગામે પીઆઇ ઉપર એક પખવાડિયા પહેલા હુમલો કરવામાં આવ્યો હતો જેની પીઆઇએ ૫ મહિલા સહિત ૩૩ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા જો કે, આ ગુનામાં અગાઉ એક આરોપીને પકડવામાં આવ્યો હતો અને હાલમાં આ ગુનામાં પોલીસે વધુ સાત આરોપીઓની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે હાલમાં તજવીજ ચાલી રહી છે
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે ગત તા ૨૩/૧૦ ના રોજ અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં પીઆઇ બી.જી.સરવૈયા અને તેનો સ્ટાફ ગયો હતો ત્યારે સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. અને પીઆઇ સહિતનાને માર માર્યો હતો જે બનાવની વાંકાનેરના પીઆઇ બટુકસીહ ગુમાનસીહ સરવૈયા (ઉ.૫૮)એ તા ૨૪/૧૦ ના રોજ રમેશભાઇ હઠાભાઇ, મોના જીવણ, ગોપાલ મોના, મોમ જીવણ, કાના હમીર, તેજા જીવણ, ગુણા મોમ, રામા ઉર્ફે ઉકો તેજા, ગુણા મોના, ધના થોભણભાઇ, માંધા ભારાભાઇ, રમેશ મશરૂભાઈ, મૈયા પાચાભાઈ, છેલા ધારાભાઈ, વરવા પાંચાભાઇ, રાજુ ધારા, ભુપત ભલા, બાબુ ભલા, બાલા કારા, જગા હમીર, છેલા મુળા, પાયા મુળા, રણછોડ મોના, જીતા મોમ, નાનુ થોભણ તથા ત્રણેક અજાણ્યા પુરૂષ અને પાંચેક અજાણી મહિલો રહે. બધા ખાંભાળા આમ કુલ મળીને ૩૩ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી
આ ગુનામાં એક સપ્તાહ પહેલા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી જિલ્લાની તમામ મોટી બ્રાંચો અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કવાયત કરવામાં આવી રહી છે ત્યારે એક પખવાડિયા પછી આ ગુનામાં વધુ સાત આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાં ભુપતભાઇ ભલાભાઇ કાટોડીયા (ઉ.૩૫), છેલાભાઇ ધારાભાઇ કાટોડીયા (ઉ.૫૫), રાજુભાઇ ધારાભાઇ કાટોડીયા (ઉ.૫૧), બાબુભાઇ ભલાભાઇ કાટોડીયા (ઉ.૨૭), છેલાભાઇ મુરાભાઇ લામકા (ઉ.૫૦), ધનજીભાઇ ઉર્ફે ધનાભાઇ થાંભણભાઇ ગમારા (ઉ.૪૦) અને નાનુભાઇ થાંભણભાઇ ગમારા (ઉ.૪૫) તમામ રહે લીંબાળા તાલુકો વાંકાનેર વાળાને પકડવામાં આવેલ છે અને પોલીસ અધિકારી ઉપર હુમલો કરનારા મહિલા સહિતના બાકીના શખ્સોને દબોચી લેવા માટે પોલીસ કવાયત કરી રહી છે
