વાંકાનેરના યાર્ડ પાસે કાર ચાલકે રોડ ક્રોસ કરતાં વૃધ્ધને કાર હડફેટે લેતા વૃધ્ધનું મોત
મોરબીના વેજીટેબલ રોડે ઓવરટેક કરવા મુદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE









મોરબીના વેજીટેબલ રોડે ઓવરટેક કરવા મુદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી પસાર થતાં યુવાનની સાથે ઓવરટેક કરવા બાબતે ત્રણ શખ્સોએ બોલાચાલી કરી હતી ત્યારબાદ તેને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડીના ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાનને હાથમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં તેણે ત્રણ શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલા ભાગ્યલક્ષ્મી સોસાયટીની અંદર રહેતા મનીષરંજન કુમાર રમેશપ્રસાદ શાહી (ઉમર ૩૭)એ હાલમાં મોરબીમાં વેજીટેબલ રોડે રહેતા જયદીપ દરબાર, કુલદીપ દરબાર અને રામક્રુષ્ણનગરમાં રહેતા લાલભાઈ દરબારની સામે તેને માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની સાથે ઓવરટેક કરવા બાબતનો ખાર રાખીને જયદીપ, કુલદીપ અને લાલભાઇએ માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેને બેફામ ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જયદીપ તેમજ કુલદીપે તેને પકડી રાખ્યા બાદ લાલભાઈ દરબારએ તેને ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને તેને હાથમાં અને પગમાં ફેક્ચર જેવી ઈજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં મનીષરંજનકુમારની ફરિયાદ લઈને બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દેશી દારૂ
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પોલીસે પાવડીયારી કેનાલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી પ્લાસ્ટિકના બચકાંમાથી ૧૧૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે ૨૨૦૦ રૂપિયાની કિંમતના દેશી દારૂના જથ્થાને કબજે કરેલ છે જો કે આરોપી હાજર ન મળેલ હોય તૈયાબ ગુલામમમદભાઈ માણેક જાતે મિયાણા રહે. વીસીપરા મોરબી વાળાની સામે પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
