ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલ રિક્ષાની ચોરી
SHARE








ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલ રિક્ષાની ચોરી
ટંકારા તાલુકાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા યુવાને પોતાના ઘર નજીક રિક્ષાને પાર્ક કરીને મૂકી હતી જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી દોઢ લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા અજરૂદ્દીનભાઈ વલીભાઈ હેરંજા (32)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે તેની રિક્ષા નંબર જીજે 36 યુ 8976 પાર્ક કરીને મૂકી હતી જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 1,50,000 ની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે કોશિયાની વાડી નામની સીમમાં પર પરપ્રાંતિય મજૂરોને કામે રાખવામાં આવ્યા હતા અને તે અંગેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી તેમજ આઇડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી હાલમાં ગનીભાઈ સાજીભાઈ બાદિ (67) રહે. અરણીટીંબા તાલુકો વાંકાનેર વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
