ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો દંપતી ખંડિત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ચાલકે ફ્રૂટની લારીને ઉડાવતા પતિનું મોત, પત્ની સારવારમાં મોરબીના યુવાને ઓનલાઈન 100 કુર્તિ મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી ! વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન
Breaking news
Morbi Today

મોરબીમાંથી દેશી તમંચા અને કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ


SHARE















મોરબીમાંથી દેશી તમંચા અને કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીમાં રણછોડનગર મેઇન રોડ ઉપર આવેલ અમૃત પાર્ક ખોડીયાર ડેરી ફાર્મ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો અને બે કાર્ટિસ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે મોરબીમાં રણછોડનગર મેઇન રોડ ઉપર આવેલ અમૃત પાર્ક ખોડીયાર ડેરી ફાર્મ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો તથા બે જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અજયકુમાર મનભરણ સિંઘ (36) રહે. નવા પ્લોટ વિસ્તાર લાલપર તાલુકો મોરબી હાલ રહે. રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલ પાછળ મોરબી મૂળ રહે બિહાર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે પોતાની પાસે શા માટે રાખતો હતો અને હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.પી. જાડેજા ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને 300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી અને આરોપી આરોપી રમિઝખાન નુરાખાભાઈ સિપાઈ (36) રહે. કાલિકા પ્લોટ શેરી નં-1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News