મોરબીના યુવકને જડબાના કેન્સરની ગંભીર બિમારીની સારવાર માટે નાણાકીય સહાય માટે અપિલ
આશંકા સાચી ઠરી : મોરબીના હરીપર (કે) નજીક મોબાઈલ લુંટવાની ઝપાઝપીમાં યુવાનની કરાઈ હતી હત્યા - ત્રણની ધરપકડ
SHARE







આશંકા સાચી ઠરી : મોરબીના હરીપર (કે) નજીક મોબાઈલ લુંટવાની ઝપાઝપીમાં યુવાનની કરાઈ હતી હત્યા - ત્રણની ધરપકડ
મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમોની પાસે રાત્રિ દરમિયાન એકલદોકલ પસાર થતા લોકો ઉપર અવારનવાર હુમલા કરીને લૂંટ જેવી ઘટનાઓ બનતી હોય છે.જેમા અનેક બનાવોની ફરીયાદ છતાં બનાવોમાં ગુના દાખલ થતા નથી તે હકીકત છે.તેવામાં મોરબી નજીકના હરીપર (કેરાળા) ગામ પાસે સીરામીક કારખાના નજીક યુવાન ઉપર અજાણ્ય શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને છાતી, પડખા અને પેટના ભાગે ત્રણ તિક્ષ્ણ હથિયારના ઘા મરવામાં આવ્યા હતા.જેથી તે યુવાનનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો અને સીસીટીવી કેમેરાઓના આધારે તથા બાતમીદારોને આધારે હાલમાં માળિયા પંથકના ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.મોબાઈલ લૂંટવાની વાતમાં ઝપાઝપી થતા પ્રતિકાર કરનાર પરપ્રાંતિય મજુર યુવાનની હત્યા કરી નાંંખવામાં આવી હોવાનું હાલ સામે આવ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સિયારામ વિટ્રીફાઈડમાં લેબર કોન્ટ્રાકટ રાખતા કરણસિંહ પૃથ્વીસિંહ નાયક જાતે બનજારા (32)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી.જેમાં તેણે જણાવ્યું હતુ કે મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામની વચ્ચે આવેલ આઇકોલક્ષ સીરામીકમાં તેના ભાઈ ઓમપ્રકાશનો લેબર કોન્ટ્રાક્ટ છે અને ત્યાં તેની નીચે કામ કરતા ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બનજારા (36) રહે, હાલ આઇકોલક્ષ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં હરીપર (કેરાળા) ગામની સીમ મૂળ રહે.ઉત્તરપ્રદેશ વાળો કામ કરતો હતો જેને તિક્ષણ હથિયારના ઘા ઝીકવામાં આવેલ હતા જેથી તે યુવાનને ગંભીર ઈજા થવાથી તે યુવાનનું મોત થયું હતું.મૃતક યુવાન આઈકોનલક્ષ સિરામિક કારખાનામાં કામ કરતો હોય તે કારખાનાની બહારના ભાગમાં સીમ વિસ્તારમાં આવ્યો હતો.તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા તેના ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે છાતી, પડખા અને પેટના ભાગે ત્રણ જીવલેણ ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા.જેથી તે યુવાનનું મોત નીપજયું હતું. હત્યાના આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે અને એલસીબીની ટીમ આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં બનાવ સમયની આસપાસના ત્યાંના સીસીટીવી ચેક કરવામાં આવતા ત્રણ બાઈક સવારો શંકા પર જણાયા હતા અને તે બાઈકના નંબર આધારે તપાસ કરવામાં આવતા હીરો સ્પેલન્ડર મો.સા. રજી.નં. GJ-36-AK-6156 રડારમાં આવ્યુ હતુ તેના આધારે પોલીસે ઇસ્માઇલ સલેમાનભાઇ સખાયા મિંયાણા (20) રહે.માળીયા મિંયાણા વાડા વિસ્તાર, ઇદ મસ્જીદ નજીક, અવેશ સુભાનભાઇ મોવર મિંયાણા (19) રહે.માળીયા(મિં.) ઇદ મસ્જીદ નજીક તેમજ સાહિલ અબ્દુલભાઇ મોવર મિંયાણા (19) રહે.માળીયા (મિં.) વાડા વિસ્તારની ધરપકડ કરી તેઓની પાસેથી મૃતક ધર્મેન્દ્રસિંહ કે જેનો મોબાઈલ લૂંટવામાં આવ્યો હતો તે મોબાઈલ સહિત કુલ ચાર મોબાઇલ કિંમત રૂપિયા 20,000 તથા ઉપરોક્ત નંબરનું બાઈક કિંમત રૂપિયા 15 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેંડી જોઇએ તો પકડાયેલ ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી બાઇક તથા કારમાં નીકળતા અને મોરબીના અલગ અલગ જી.આઇ.ડી.સી.વિસ્તારમા રાત્રીના સમયે એકદ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાકધમકી આપી મોબાઇલ ફોન તથા રોકડ રકમ પડાવી લેવાની ટેવવાળા છે અને જો કોઇ મજુર તેઓનો પ્રતિકાર કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ આપે છે.આ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ કે.એચ.ભોચીયા તેમજ વી.એન.પરમાર તથા એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્ટાફે કરી હતી.
પોલીસનો પ્રજા જોગ સંદેશ
મોરબીના તમામ પ્રજાજનો, વેપારીઓ તથા મજુર વર્ગને સંદેશ આપવામાં આવે છે કે, મોડી રાત્રીના સમય દરમ્યાન કાચા રસ્તે તેમજ અવાવરુ જગ્યાઓએ જતી વખતે પોતાની તથા પોતાની પાસેની કિંમતી ચીજવસ્તુઓ, રોકડ રકમ તથા મોબાઇલ ફોનની સાવચેતી રાખવી તેમજ અજાણ્યા વ્યકિતઓથી સાવધાન રહેવું.
આશંકા સાચી ઢરી
બનાવ સમયે આપણા માધ્યમ દ્વારા આશંકા કરવામાં આવી હતી કે મોરબીના બેલા ખોખરા હનુમાન રોડ ઉપર, માટેલ રોડ ઉપર, રફાળેશ્વર આસપાસ, પાનેલી રોડ ઉપર તેમજ અન્ય નિર્જન વિસ્તારોમાં જ્યાંથી એકલદોકલ રાહદારીઓ કે મજૂરો પસાર થતા હોય છે તેઓને આ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે અને તેઓ પાસેથી રોકડ-મોબાઈલ લૂંટી લેવામાં આવે છે.અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હતી અને મોરબીના વીસીપરા પાછળ આવેલ હાઈવે ટચના અમરેલી ગામ પાસે આ જ રીતે મોબાઈલ કે રોકડ લૂંટવાની ઘટનામાં એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી હતી.આ બનાવ પણ તેઓ જ પ્રથમથી દેખાતો હતો અને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે મોબાઈલ કે અન્ય રોકડ લૂંટવાના ઇરાદે જ આ યુવાની હત્યા થઇ હોઈ શકે અને જે તે સમયે મૃતકનો મોબાઈલ ગુમ હતો.જેથી તે શંકા પ્રબળ બની હતી અને તે દિશામાં પોલીસે સીસીટીવી અને આગળની તપાસ કરતા આ બનાવ ઉકેલાઈ ગયો છે.જોકે પોલીસ દ્રારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તે જરૂરી છે આવા અનેક બનાવો પોલીસ સુધી પહોંચતા હોય છે.જો કે તેમાંથી મોટાભાગના બનાવમાં ફરિયાદ ગુના નોંધાતા નથી જેને લઈને આરોપીઓને મોકળુ મેદાન મળી જાય છે અને ઘણી વખત આવી ઉપર મુજબની જીલવેણ ઘટના પણ બની જાય છે.
દવા પી જતા બાળક સારવારમાં
