મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદેહ મળ્યો
SHARE
મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદેહ મળ્યો
મોરબીના કંડલા બાયપાસ ખાતે મચ્છુ-૩ ડેમમાં ગઈકાલે સવારે એક રીક્ષા ચાલકે પડતું મૂક્યું હતું અને તે બનાવની જાણ થતા મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને ગઈકાલે વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો હતો જો કે, આજે સવારે ટીમ દ્વારા મચ્છુ-૩ ડેમમાંથી યુવાનો મૃતદેહ મળી આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મચ્છુ-૩ ડેમ ખાતે રિક્ષા ચાલકે ગઇકાલે ડેમમાં ઝંપલાવ્યું હતું જે અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને ડેમમાં પડેલ વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી ડેમમાં શોધખોળ કરવા છતાં પણ તેનો કોઈ પત્તો લાગેલ ન હતો. જો કે, આજે સવારે ફાયર વિભાગની ટીમે ડેમના પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢેલ છે અને મૃતક યુવાનનું નામ વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા (૩૨) રહે. વિજયનગર રોહીદાસ પરા પાછળ અમરેલી રોડ મોરબી વાળો હોવાનું સામે આવ્યું છે. જેની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.