મોરબી: નર્મદા બાલઘર દ્વારા તૈયાર કરવામાં આવેલ 89 કોર્સનું પ્રદર્શન નિહાળવા આમંત્રણ
મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓનું કોર્ટમાં સરેન્ડર: ત્રણેય જેલ હવાલે
SHARE
મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓનું કોર્ટમાં સરેન્ડર: ત્રણેય જેલ હવાલે
મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા હતા જેના માટે થઈને ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જો કે, આરોપી પકડાયા ન હતા અને તેવામાં આઠ મહિના પહેલા મોરબીમાં ગુજસીટોકના આરોપીઓની કેટલીક મિકલતોને સીલ કરવામાં આવી હતી અને સોમવારે મળેલ માહિતી મુજબ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે
રાજ્યમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમને રોકવા માટે થઈને સરકાર દ્વારા કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે અને ઓર્ગેનાઈઝ ક્રાઇમ કરતી ગેંગ સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબીમાં વર્ષ 2021 માં આરીફ મીર અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો હતો અને 18 શખ્સની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો તે પૈકીના 15 આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જોકે આ ગુનામાં આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓને પક્દ્વના બાકી હતા જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી. તેવામાં આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર, મકસુદભાઇ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશીએ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે
આ ગુનાની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા ત્રણેય આરોપીઓની મિલકતો જપ્ત કરવા માટે સરકારમાં અગાઉ દરખાસ્ત મોકલવામાં આવી હતી આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને ગત એપ્રિલ મહિનામાં મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં આવેલ 16 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે અને સાત મિલકતમાં રહેતા ભાડુંઆતોને જે તે સમયે નોટિસ આપવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, ગુજસીટોકના 18 આરોપીઓની 30 મિલકતોની જુદી જુદી સરકારની એજન્સીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ ગૃહ વિભાગમાં મિલકતો જપ્તી કરવા માટે તેને દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને મંજુર કરવામાં આવ્યા બાદ આરીફ મીરની બે મિલકતો સહિત ગુણ મળીને 16 મિલકતોને સીલ કરવામાં આવી છે
જે મિલકતોને સીલ કરવામાં આવી હતી તેની સરકારના જંત્રીદાર મુજબની કિંમત ગણીએ તો 1.80 કરોડ રૂપિયા જેટલી થતી હતી. તે ઉપરાંત આરોપીઓના 24 જેટલા બેન્ક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા હતા જેમાં 12.50 લાખ જેટલી રકમ હતી. અને જયારે મિલકતો સીલ કરવામાં આવી હતી ત્યારે ચાર મિલ્કતોમાં આરોપીઓનો પરિવાર રહેતો હતો જેથી તે મિલકતો સીલ કરવામાં આવી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં સનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા 8/9/21 ના રોજ હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ગુનામાં 30/9/21 ના રોજ આરીફ મીર અને તેની ગેંગના 18 શખ્સો સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. અને સોમવાર તા 25/11/24 ના રોજ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે.
કયા આરોપી ઉપર કેટલા ઈનામની કરી હતી જાહેરાત ?
હાલમાં જે આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું છે તે આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર, મકસુદભાઇ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશીને કોર્ટમાં હાજર રહેવા માટે ગુજસીટોકે ફરમાન કર્યુ હતુ તો પણ તે હાજર થયેલ ન હતા જેથી આ આરોપીઓને ટોપ વોન્ટેડ જાહેર કર્યા હતા અને આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર માટે 1 લાખ, મકસુદભાઇ ગફુરભાઇ સમા માટે 40,000 અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશી માટે 30,000 નું ઇનામ જાહેર કર્યુ છે.