મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીને ઓડિશાથી ઝડપી પાડતી પોલીસ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1732713524.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીને ઓડિશાથી ઝડપી પાડતી પોલીસ
છેલ્લા નવ વર્ષથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઓડીશા રાજય ખાતેથી ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રીપાઠીની સૂચના અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી જેથી કરીને મોરબી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016 માં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં આરોપી નાસતો ફરતો હતો જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં આરોપી નામે પુર્ણચંદ્ર રામચંદ્ર નાયક (32) રહે બાલાસીયા (ઓડિશા) વાળાનુ ટેકનીકલ સોર્સીસના આધારે લોકેશન ઓડિશામાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આરોપીને પકડવા માટે બી ડિવિઝનની ટિમ ઓડીશા રાજ્ય પહોચી હતી અને રાજેશભાઇ ડાંગર, શૈલેષભાઇ હૈણ તુષારભાઇ કણઝરીયા તથા નંદાબેન ખાંભલાએ બાલેશ્વર જીલ્લા ખાતેથી આરોપીને પકડી લાવીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇ એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
દારૂના ગુનામાં આરોપી પકડાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં દારૂના ગુનામાં દસ મહિનાથી નાસતા ફરતા આરોપી પ્રભુદયાલ રોચીરામ ગંગવાની (65) રહે. કૃષ્ણમંદિર રોડ જોધપુર રાજસ્થાન વાળાની મોરબીના નવલખી ફાટક પાસેથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપી દેવામાં આવેલ છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)