મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીને ઓડિશાથી ઝડપી પાડતી પોલીસ
મોરબીમાં પગાર બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
SHARE
મોરબીમાં પગાર બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર ઓફિસ ધરાવતો યુવાન તેની ઓફિસની નજીક ઉભો હતો ત્યારે પગારની બાબતે બોલાચાલી ઝઘડો કરીને બે શખ્સો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.ગાળો આપીને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો.જે અંગે હાલ ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં નિર્મલભાઇ રવજીભાઈ ખાણધર સતવારા (૩૨) રહે.આનંદનગર મેઇન રોડ હનુમાન ડેરી પાસે શનાળા-કંડલા બાયપાસ મોરબી વાળાએ ફરિયાદ નોંધાવી છે.તેણે તુફેલ દિનમામદ બ્લોંચ અને શાહરુખ કાસમાણી રહે. બંને ૨૫ વારીયા કંડલા બાઈપાસ વાળાઓની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા તેણે જણાવ્યું હતું કે તે કંડલા બાયપાસ ખાતે ધ્રુવ હોસ્પિટલ સામે આવેલ કુરીયર ડિલિવરીની ઓફિસની બહાર ઉભો હતો ત્યારે ત્યાં પગાર કરવા બાબતે તુફેલ અને શાહરૂખે બોલાચાલી ઝઘડો કર્યો હતો ગાળો આપી હતી અને બાદમાં ઢીકાપાટુ વડે માર માર્યો હતો.હાલ નિર્મલ ખાણધરની ફરિયાદ ઉપરથી તુફેલ બ્લોચ તથા શાહરૂખ કાસમાણીની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને આ બાબતે સ્ટાફના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા વનિતાબેન જયંતીભાઈ નામના ૫૬ વર્ષના મહિલા બાઇકમાં બેસીને જતા હતા. ત્યારે રાજપર રોડ ઉપર રાજપર ગામ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જે બનાવમાં ઇજા પામતા વનિતાબેનને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મારામારીમાં ઈજા
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા કિશન હીરાભાઈ ચાવડા નામના ૨૨ વર્ષના યુવાનને તેના ઘરે તેના ભાઈ દ્વારા માથાના ભાગે નળીયુ મારવામાં આવતા ઈજાઓ થઈ હતી.જેથી તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.તેમ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવેલ છે.જ્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ત્રીસ વર્ષના યુવાનને હડમતીયા ગામે મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ એ ડિવિઝન પોલીસસુત્રોએ જણાવેલ છે.
યુવતી સારવારમાં
મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે હાલુભાની વાડીએ રહીને મજૂરીકામ કરતાં પરિવારની રોશનીબેન વસતાભાઈ પરમાર નામની ૧૦ વર્ષીય યુવતી કોઈ કારણસર ઝેરૂ દવા પી ગઈ હતી.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.