મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા-ગુજસીટોકના ગુનામાં પકડાયેલ મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીના પંદર દિવસના રીમાન્ડ મંજુર


SHARE











મોરબીના  મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીએ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો જે ત્રણેય આરોપીઓનો કોર્ટમાંથી તપાસનીસ અધિકારીએ કબજો લઇને પંદર દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જેથી આરોપીઓએ ગુનાને અંજામ આપીને આટલા વર્ષોથી ક્યાં ક્યાં રોકાયા હતા ?, કોણે તેને આશરો આપ્યો હતો ? તે સહિતની દિશાઓમાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે


મોરબીમાં વર્ષ 2021 માં આરીફ મીર અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો હતો અને 18 શખ્સની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો તે પૈકીના 15 આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જોકે આ ગુનામાં આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓને પકડવાના બાકી હતા જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી. દરમ્યાન આ ગુનાની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા ત્રણેય આરોપીઓની મિલકતો જપ્ત કરવામીં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં સનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા 8/9/21 ના રોજ હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ગુનામાં 30/9/21 ના રોજ આરીફ મીર અને તેની ગેંગના 18 શખ્સો સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. અને સોમવાર તા 25/11/24 ના રોજ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને  કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે. જે આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ તેમા મુખ્ય સુત્રાધાર આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર, મકસુદભાઇ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશીનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા બાદ હત્યા અને ગુજસીટોકના કેસની તપાસ કરી રહેલા મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા દ્વારા ત્રણેય આરોપીઓનો જેલમાંથી કબજો લેવામાં આવેલ છે અને રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે ત્રણેય આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ કયા કયા રોકાયા હતા ?, તેઓને કોણે આશરો આપ્યો હતો ? તેમજ અન્ય કયા કયા ગુનાઓમાં સંડોવણી છે ? તે સહિતની દિશાઓમાં હવે તપાસનાસ અધિકારીની  ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News