ટંકારા નજીક વાડી પાસે નદીના કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ મેળવવા તજવીજ
મોરબીમાં દારૂની બે બોટલ સાથે એક શખ્સ પકડ્યો: તાલુકામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા
SHARE
મોરબીમાં દારૂની બે બોટલ સાથે એક શખ્સ પકડ્યો: તાલુકામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા
મોરબીની પંચાસર ચોકડી પાસેથી બાઈકમાં જઈ રહેલા શખ્સને પોલિસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે દારૂ અને બાઇક સાથે તેની ધરપકડ કરી હતી અને બે શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીની પંચાસર ચોકડી પાસેથી બાઈક નંબર જીજે 36 કે 0295 પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈક રોકીને બાઈક ઉપર જઈ રહેલા શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા પચાસ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને 50,600 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી તંજીર ઉર્ફે તનવીર યુનુસભાઈ ચાનીયા (19) રહે. લાતી પ્લોટ શેરી નં-12 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલ તેણે સાજીદ મહેબૂબભાઈ સુમરા રહે. પંચાસર રોડના નાકા પાસે જોન્સનગર શેરી નં-13 વાળા પાસેથી લીધી હોવાનું સામે આવતા બંને શખ્સો સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
જુગાર રમતા પકડાયા
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પોલો સિરામિક પાસે બાવળની જાળીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા અમિત ગગજીભાઈ ગોહેલ (46) રહે. વીસીપરા કૂલીનગર-1 મોરબી અને વિજય બાબુભાઈ કુરિયા (45) રહે રોટરી નગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 510 રૂપિયાની રોકડ સાથે આ બંને શખ્સની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
વરલી જુગાર
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અર્જુન રાજુભાઈ સોલંકી (22) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 770 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.