મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

ટંકારા નજીક વાડી પાસે નદીના કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE











ટંકારા નજીક વાડી પાસે નદીના કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ મેળવવા તજવીજ

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર ખજુરા હોટલથી આગળના ભાગમાં આવેલ વાડી પાસે નદીના કાંઠે કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ખજુરા હોટલથી આગળના ભાગમાં અરવિંદભાઈ ધીરુભાઈ ઉઘરેજાની વાડી પાસે નદીના કાંઠે ખરાબાની જગ્યામાં કોઈ અજાણ્યા 40 વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અરવિંદભાઈ ઉઘરેજા દ્વારા આ અંગેની જાણ ટંકારા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી.જામ ચલાવી રહ્યા છે અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રહેતા રીટાબેન વિજયભાઈ મકવાણા (40) નામની મહિલા કોઈ કારણોસર ફિનાઈલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ માટે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવાની વધુ તપાસ પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા છે




Latest News