મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાંકરેજના દેવદરબાર મઢનાં મહંતના વિરોધમાં કલેક્ટરને આવેદન


SHARE













મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાંકરેજના દેવદરબાર મઢનાં મહંતના વિરોધમાં કલેક્ટરને આવેદન

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગઇકાલે કાંકરેજ દેવદરબારના મહંતના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે કેમ કે, તેના  દ્વારા ગોસ્વામી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.

મોરબીમાં મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, કાંકરેજના ગંગાપુરા ગામે થળી મઢ ખાતે મહંત 1008 જગદીશપુરીજી બાપુ તા 19/11/24 ના રોજ દેવલોક પામતા તા. 22/11/24 ના રોજ થળીમઢ મુકામે સમગ્ર સેવકો, ભક્તગણ તેમજ સંતો મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરવામાં આવી છે. કોઈપણ સંત, મહંત દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યાગાંઠ્યા લોકોની હાજરીમાં કોઈ સંતોની રાહ જોયા વગર પાલખીયાત્રા કાઢ્યા વગર સમાધિ આપી દેવામાં આવી હતી.

દેવદરબારની જગ્યાના મહંત બળદેવનાથે બેફામ વાણી વિલાસ કરીને ગોસ્વામી સમાજ શું કરી લેશે. તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વીડિયો જોઈ ખુબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે. અને આવી અશોભનીય તથા અભદ્ર વાણીનો ઉપયોગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માનહાની થઈ હોય મહંત બળદેવનાથ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજે માંગ કરી છે.








Latest News