મોરબીમાં તંત્રએ જાહેર કરેલ 17 પૈકીનાં પાંચ આધાર કાર્ડ કેન્દ્રો હજુ શરૂ થયા નથી !
મોરબીમાં આઇટીની ચાલુ રેડ દરમ્યાન વેવાઈને મળવા માટે પહોચ્યા રાજકોટના પૂર્વ સાંસદ
SHARE







મોરબીમાં આઇટીની ચાલુ રેડ દરમ્યાન વેવાઈને મળવા માટે પહોચ્યા રાજકોટના પૂર્વ સાંસદ
અમદાવાદ તેમજ મહેસાણામાં જે ગ્રૂપ ઉપર આઇટીની રેડ કરવામાં આવી હતી તેના ભાગીદારો મોરબીમાં રહેતા હોવાથી તેને ત્યાં પણ શુક્રવારે વહેલી સવારથી આઇટી વિભાગના અધિકારી પહોચી ગયા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં પેપરમિલ અને બાંધકામ સાથે જોડાયેલ ઉદ્યોગકારને ત્યાં રેડ કરવામાં આવી હતી તે પૂર્વ સાંસદના વેવાઈ થતાં હોય આઇટીની ચાલુ રેડ દરમ્યાન પૂર્વ સાંસદ તેના વેવાઈના ઘરે વહેલી સવારે ગયા હતા જેથી કરીને અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે.
આઇટી વિભાગની જુદીજુદી ટીમો દ્વારા મોરબી, અમદાવાદ અને મહેસાણામાં રેડ કરવામાં આવી છે અને જુદાજુદા સ્થળ ઉપર આઇટી વિભાગના અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શુક્રવારે વહેલી સવારથી મોરબીના પેપરમિલ અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ આગેવાન ઉદ્યોગકાર જીવરાજભાઈ ફૂલતરિયાના ઘરે રવાપર રોડ ઉપર વિદ્યુતનગરમાં આઇટી વિભાગની ટીમ પહોંચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું તેવામાં રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા આઇટીની ટીમ કામગીરી કરી રહી હતી ત્યારે જીવરાજભાઈ ફૂલતરિયાના ઘરે પહોચ્યા હતા જેથી અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે
વધુમાં મળી રહેલા માહિતી મુજબ જે જીવરાજભાઈ ફૂલતરિયાના ઘરે આઇટી વિભાગની ટીમ પહોચી છે તે રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયાના વેવાઈ છે અને જીવરાજભાઈ ફૂલતરિયાના દીકરા અરવિંદભાઇ ફૂલતરિયા મોહનભાઈ કુંડારિયાના જમાઈ થાય છે. સામાન્ય રીતે કોઈપણ સ્થળે આઇટીની રેડ ચાલી રહી હોય છે ત્યારે બહાર કોઈ વ્યક્તિને અંદર આવવા દેવામાં આવતા નથી અને અંદરથી કોઈ વ્યક્તિને બહાર જવા દેવામાં આવતા નથી જો કે, રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા જે ઘરમાં આઇટી વિભાગની ટીમ કાર્યવાહી કરી રહી હતી તે ઘરમાં આવતા અને જતાં દેખાતા હોય તેવા વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ છે આટલું જ નહીં આઇટી વિભાગના અધિકારીની સાથે વાત કરતાં હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબત હાલમાં મોરબીમાં ચર્ચાનો વિષય બનેલ છે.
