મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રએ જાહેર કરેલ 17 પૈકીનાં પાંચ આધાર કાર્ડ કેન્દ્રો હજુ શરૂ થયા નથી !


SHARE











મોરબીમાં તંત્રએ જાહેર કરેલ 17 પૈકીનાં પાંચ આધાર કાર્ડ કેન્દ્રો હજુ શરૂ થયા નથી !

મોરબી તાલુકામાં આધારકાર્ડના કામ માટે લોકો હેરાન છે ત્યારે તાલુકામાં લોકોની હાલાકી દૂર કરવા માટે 17 કેન્દ્રો શરૂ થઈ ગયા હોવાની અધિકારી વાત કરી હતી જો કે, જે સ્થળ ઉપર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હોવાની વાત કરી હતી તે પૈકીનાં એક કે બે નહીં 5 કેન્દ્રો ઉપર કેન્દ્ર શરૂ થયા જ નથી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી શહેર અને જિલ્લામાં લોકો આધારકાર્ડની કામગીરી માટે હેરાન હતા જેથી કરીને કલેક્ટર દ્વારા વધારાની કીટ શરૂ કરવા માટે અધિકારીને સૂચના આપવામાં આવી હતી. જેથી કરીને મોરબી તાલુકા સેવા સદનમાં કિટની સંખ્યા વધારી દીધી છે અને લોકોને હવે 100 ટોકન આપવામાં આવી રહ્યા છે જો કે, ગામડામાંથી લોકોને મોરબી સુધી ન આવવું પડે તે માટે તાલુકાના 17 આધારકાર્ડ કેન્દ્રો શરૂ કરવાની અધિકારી માહિતી આપેલ હતી. જો કે, જે સ્થળ ઉપર કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી તે ગામના લોકોની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓના ગામમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી નથી અને જે 17 કેન્દ્રોની યાદી હતી તે પૈકીના પાંચ કેન્દ્રો ઉપર કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. જે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા નથી તેમાં ત્રાજપર ગ્રામ પંચાયતે કીટ આપેલ છે પણ ઓપરેટરનું આઇડી એક્ટિવ નથી, ખાખરાળા ગ્રામ પંચાયતમાં ઓપરેટરે આધારકાર્ડ ઓપરેટરની પરીક્ષા આપેલ નથી, જેતપર પોસ્ટ ઓફિસ, શક્ત શનાળા ગ્રામ પંચાયત અને શક્ત શનાળા પોસ્ટ ઓફિસમાં ટેક્નિકલ ખમીના લીધે કામ શરૂ કરવામાં આવ્યું નથી.




Latest News