મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન-સ્નેહમિલનનો કાર્યક્રમ સાંસદની હાજરીમાં યોજાયો મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવતા પરિવારોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવી ખુશીઓ વહેંચી હળવદના કડીયાણા ગામે ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું કાલે પ્રભારી મંત્રીના હસ્તે કરશે ઉદ્ઘાટન મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ફતેપર ગામના પાટીયા પાસેથી દેશી બનાવટની બંધુક સાથે એક પકડાયો


SHARE







માળીયા (મી)ના ફતેપર ગામના પાટીયા પાસેથી દેશી બનાવટની બંધુક સાથે એક પકડાયો

માળીયા મીયાણા તાલુકાના ફતેપર ગામના પાટીયા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક બંધુક (ક્ટ્ટો) મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ફતેપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દેશી બનાવટની એક બંદૂક મળી આવતા પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી ઈકબાલ કાદરભાઈ જામ (19) રહે. વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખ્યું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.




Latest News