મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પાવળીયારી નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરણીતાએ ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબીના પાવળીયારી નજીક કારખાનાના ક્વાર્ટરમાં પરણીતાએ ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના પાવળીયારી નજીક આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ થઇ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ પર આવેલ પાવરીયાળી નજીક પેન્ટાગોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજકુમાર આદિવાસીના પત્ની કવિતાબેન (40)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તે મહિલાના મૃતદેહને તેના પતિ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણો અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.બી.ડાંગર ચલાવી રહ્યા છે






Latest News