મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનો પગ કપવો પડ્યો: ગુનો નોંધાયો


SHARE













મોરબીના બેલા નજીક કારખાનામાં ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનો પગ કપવો પડ્યો: ગુનો નોંધાયો

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં ટ્રક ટ્રેલરના ચાલકે પાછળ જોયા વગર ટ્રકને વળાંક વાળી લેતા યુવાનને હડફેટે લીધો હતો અને યુવાન રસ્તા ઉપર નીચે પડી જતા તેના ડાબા પગ ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી ગયું હતુ જેથી ઇજા પામેલા યુવાનનો પગ કપવો પડેલ છે. જે બનાવ સંદર્ભે અકસ્માત બાદ તેનું વાહન મૂકીને નાસી ગયેલ ટ્રક ચાલક સામે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામની સીમમાં આવેલ ખોખરા હનુમાન મંદિરના રોડ ઉપર કોશીના સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો વિકાસ સામરામ મુંડા જાતે આદિવાસી (34) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે જીડી 2052 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કારખાનામાં ટ્રક ચાલકે આગળ પાછળ જોયા વગર અચાનક વળાંક વાળી લેતા ટ્રકની ખાલી સાઇડના પાછળના જોટા પાસે ફરિયાદી યુવાનને હડફેટે લીધો હતો અને ફરિયાદી યુવાન નીચે પડી જતા તેના ડાબા પગ ઉપરથી ટ્રકના ટાયર ફરી ગયા હતા જેથી કરીને તે યુવાને ડાબા પગમાં ગંભીર ઇજા થયેલ હતી. અને તે યુવાનનો પગ કાપવો પડ્યો હતો. અકસ્માતના આ બનાવ બાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે અને અંગેની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.




Latest News