મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનો પગ કપવો પડ્યો: ગુનો નોંધાયો


SHARE







































મોરબીના બેલા નજીક કારખાનામાં ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનો પગ કપવો પડ્યો: ગુનો નોંધાયો

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં ટ્રક ટ્રેલરના ચાલકે પાછળ જોયા વગર ટ્રકને વળાંક વાળી લેતા યુવાનને હડફેટે લીધો હતો અને યુવાન રસ્તા ઉપર નીચે પડી જતા તેના ડાબા પગ ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી ગયું હતુ જેથી ઇજા પામેલા યુવાનનો પગ કપવો પડેલ છે. જે બનાવ સંદર્ભે અકસ્માત બાદ તેનું વાહન મૂકીને નાસી ગયેલ ટ્રક ચાલક સામે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામની સીમમાં આવેલ ખોખરા હનુમાન મંદિરના રોડ ઉપર કોશીના સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો વિકાસ સામરામ મુંડા જાતે આદિવાસી (34) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે 6 જીડી 2052 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કારખાનામાં ટ્રક ચાલકે આગળ પાછળ જોયા વગર અચાનક વળાંક વાળી લેતા ટ્રકની ખાલી સાઇડના પાછળના જોટા પાસે ફરિયાદી યુવાનને હડફેટે લીધો હતો અને ફરિયાદી યુવાન નીચે પડી જતા તેના ડાબા પગ ઉપરથી ટ્રકના ટાયર ફરી ગયા હતા જેથી કરીને તે યુવાને ડાબા પગમાં ગંભીર ઇજા થયેલ હતી. અને તે યુવાનનો પગ કાપવો પડ્યો હતો. અકસ્માતના આ બનાવ બાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને અંગેની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.














Latest News