મોરબીના રફાળેશ્વર પાસે જેક છટકતા ટ્રેક્ટરના લોડર નીચે દબાઈ જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના કારખાનામાં કામ કરતાં યુવાનને અંડકોષ અને ગુદાના ભાગે ઈજા થતાં સારવારમાં મોત
SHARE
મોરબીના કારખાનામાં કામ કરતાં યુવાનને અંડકોષ અને ગુદાના ભાગે ઈજા થતાં સારવારમાં મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને અંડકોષ અને ગુદાના ભાગે ઈજા થવાથી તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે મારુતિ પ્રિન્ટર પેક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં રણજીતકુમાર રાજપ્રસાદ (ઉંમર ૨૦) નામના યુવાનને ગત તા.૧-૧૧ ના રોજ કામગીરી દરમિયાન પંચિંગ મશીન ઉપર કામ કરતો હતો ત્યારે અંડકોષ અને ગુદાના ભાગે ઇજાઓ થઇ હતી જેથી કરીને રણજીતકુમાર નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હોવાથી અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધા સારવારમાં
માળિયા-મિંયાણાના નાના દહીંસરા ગામના રહેવાસી મરિયમબેન અસ્લમભાઈ સુમરા નામની ૬૬ વર્ષીય વૃદ્ધા મોરબી વીસીપરામાં સનરાજ કારખાના પાસે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેમનો પગ બાઇકના આરામાં આવી જવાથી ઈજાગ્રસ્ત થયેલા મરીયમબેનને અત્રેની હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ રૂષભનગર વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ સુમતચંદ પંડ્યા નામના ૬૦ વર્ષીય બ્રાહ્મણ આધેડ સામાકાંઠે કેસરબાગ પાસેથી પગપાળા જતાં હતા ત્યારે અજાણ્યા ટુ-વ્હીલ ચાલકે તેમને હડફેટે લેતા ગતરાત્રીના અગિયારેક વાગ્યે તેમને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા